નેશનલ

રામ રાખે તેને કોણ ચાખે ! 10 માં માળેથી નીચે પડી લીફ્ટ, 2 સેકન્ડના અંતરે બાળકોનું નવું જીવન

Text To Speech

પુણે :  પુણેની એક ઘટના સામે આવી છે. જેમાં લિફ્ટમાંથી બહાર નીકળેલા બાળકો એક ભયાનક અકસ્માતનો ભોગ બનતા બચી ગયા.કહેવાઈ છે ને કે રામ રાખે તેને કોણ ચાખે..તેવું જ કઈ થયું છે. આ બાળકો સાથે જેમાં આ બાળકોનો વિડીયો સામે આવ્યો છે.

બાળકો લિફ્ટમાંથી બહાર નીકળ્યા ત્યાં બીજી જ ક્ષણે લિફ્ટ ભરાઈ ગઈ અને 10મા માળેથી નીચે પડી ગઈ હતી. ઘણી વખત એવું બને છે કે, જ્યારે લિફ્ટ અચાનક બંધ થઈ જાય અથવા કોઈ વ્યક્તિ લિફ્ટમાં ફસાઈ જાય તો તે સમયે હૃદય ઝડપથી ધડકવા લાગે છે. ડરવું તે ચોક્કસપણે સમજી શકાય તેવું છે.

ઘટનાનો LIVE વિડીયો

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદની ભારે અસર બાદ જાણો જળાશયોમાં પાણીની આવક

2 સેકન્ડના અંતરે બાળકોનું નવું જીવન

હાલમાં જ લિફ્ટને લગતો એક હ્રદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ રહ્યા છે. આ ચોંકાવનારા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક લિફ્ટ 10મા માળેથી અચાનક પડી જાય છે.

નસીબની વાત હતી કે તે સમયે લિફ્ટમાં કોઈ નહોતું, નહીંતર આ દ્રશ્ય કેટલું ડરામણું હોઈ શકે, જેની તમે અને હું કલ્પના પણ કરી શકતા નથી.આ ચોંકાવનારો વીડિયો મહારાષ્ટ્રના પુણેનો છે.અહી એવા પણ સવાલ થઇ રહ્યા છે કે આ તો ભગવાનની દયા છે પણ જો આ બાળકો કે કોઈ બીજી વ્યક્તિ આ લીફટમાં હોત તો તેની જવાબદારી કોની ?

આ પણ વાંચો : અરવલ્લીની શાળામાં ‘કનઝંક્ટીવાઈટીસ’નો પગપેસારો, એક જ સ્કૂલના 39 બાળકોને લાગ્યો ચેપ

Back to top button