અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં રોગચાળો વકરતા AMC અને આરોગ્ય વિભાગે ફોગીંગ અને કોમર્શિયલ યુનિટ્સનું ચેકિંગ હાથ ધર્યું

  • ચોમાસાની શરૂઆતમાં જ મચ્છર-પાણીજન્ય રોગચાળો વકર્યો
  • સ્કૂલોને કરવામાં આવ્યો આદેશ

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતો જોવા મળતો હોય છે. ત્યારે આવું જ કંઈક અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થતા જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતો જોવા મળી રહ્યો છે. અહીં જૂન મહિનામાં ડેન્ગ્યુના 11 કેસ અને સાદા મેલેરિયાના 42 કેસ નોંધાયા છે. ઝેરી મેલેરિયાના 1 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના 607 કેસ અને કમળાના 107 કેસ નોંધાયા છે. ટાઈફોઇડના 238 કેસ આવ્યા છે. ચાલુ માસ દરમિયાન લેવામાં આવેલા પાણીના 80 સેમ્પલ ફેઇલ ગયા છે. જેને લઈ આરોગ્ય વિભાગ થયું દોડતું થયું છે અને મચ્છરની ઉત્તપતિ બાબતે બેદરકારી દાખવનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

AMC અને આરોગ્ય વિભાગે ફોગીંગ અને કોમર્શિયલ યુનિટ્સનું ચેકિંગ હાથ ધર્યું
મહત્વનું છે કે, હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની સિઝન ચાલી રહી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વાસ્થ્ય વિભાગ તરફથી ઠેરઠેર તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જો ક્યાંય મચ્છરોના બ્રીડિંગ મળે તો જે તે એકમ સામે કાર્યવાહી કરવામાં આવે છે. અમદાવાદમાં AMC હેલ્થ વિભાગ તરફથી અનેક જગ્યાએ તપાસ હાથધરીને મચ્છરના બ્રીડિંગની તપાસણી કરવામાં આવી રહી છે. આરોગ્ય અને AMCની ટીમ દ્વારા હાલ અલગ અલગ વિસ્તારોમાં લોકોના ઘરો અને છતો પર જઈને ફોગીંગ અને કોમર્શિયલ યુનિટ્સનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

AHEMDABAD ROGCHADO-humdekhengenews

આ પણ વાંચો : 4 નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનાર આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ પોતાના જ સ્ટૂડિયોમાં કરી આત્મહત્યા

નાના બાળકો માટે મોટો નિર્ણય
બીજી તરફ નાના બાળકોમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહિ તે માટે નિર્ણય તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શેક્ષણિક સંકુલમાં મચ્છરજન્ય રોગચાળા અંગે શાળાઓએ રિપોર્ટ સોંપવો પડશે. જે તે સંકુલના નોડલ અધિકારીઓ દ્વારા AMC ને સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. સમગ્ર સપ્તાહ દરમિયાન શાળાઓમાં કરવામાં આવેલી સફાઈ અને કામગીરીની તસવીરો મોકલવાની રહેશે ઉપરાંત ખુલ્લા મેદાન,પાણીની ટાંકી અને શૌચાલયમાં સવિશેષ કાળજી રાખવાની રહેશે.

શું કરવું અને શું ન કરવું તે જાણો
શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં વધારો થયો છે. આ રોગનો ફેલાવો કરતા મચ્છરો ઘરમાં કે ઘરની આજુબાજુમાં જ્યાં ચોખ્ખા પાણીનો સંગ્રહ થાય છે ત્યાંથી ઉત્પન્ન થાય છે, વરસાદનું પાણી હોય કે ઘરમાં ભરવામાં આવેલું કોઈ પણ પાણી હોય જે પાણી હવાના સંપર્કમાં હોય છે, ત્યાં મચ્છર આવીને ઈંડા મૂકે છે, ત્યાંથી નવા અસંખ્ય મચ્છરોની ઉત્પત્તિ થાય છે. ચોખ્ખું પાણી ઘરની ટાંકી, (અન્ડર ગ્રાઉન્ડ તેમજ ઓવરહેડ), પક્ષીકુંજ, કુંડા, પ્રાણીઓ માટેના હવાડા, ધાબા પર પડેલો ભંગાર, મની પ્લાન્ટ, નકામા ટાયરો, એરકુલર વગેરે. આમ, જ્યાં પાણી છે ત્યાં મચ્છરનો ઉપદ્રવ થાય છે અને તે આપણને કરડીને મેલેરિયા કે ડેન્ગ્યુ ફેલાવે છે.તેથી આ સિઝન દરમિયાન પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા,પાણીની ટાંકી, ફૂલદાની, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ ન રહે, તે રીતે સફાઈ જાળવો. ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાઈ નહી, તેથી આવી તમામ વસ્તુઓનો નિકાલ કરો.

આ પણ વાંચો : મોર્નિંગ News બુલેટિનમાં વાંચો લગાન અને જોધા અકબરના આર્ટ ડિરેક્ટરની આત્મહત્યા, અમદાવાદમાં જીવલેણ અકસ્માત, વર્લ્ડકપમાં શું નવાજુની….

Back to top button