મનોરંજન

4 નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનાર આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ પોતાના જ સ્ટૂડિયોમાં કરી આત્મહત્યા

Text To Speech

આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી છે. નીતિન દેસાઈનો મૃતદેહ ખાલાપુર રાયગઢના સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સુત્રોના જણાવ્યા મુજબ તેમણે પોતાના સ્ટુડિયોમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. નીતિને રાતે 3 વાગ્યે આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી રહી છે.  કર્જત મુંબઈથી લગભગ 65 કિમી દૂર છે. છેલ્લાં 20 વર્ષથી આ બોલિવૂડનું ફેવરિટ શૂટિંગ ડેસ્ટિનેશન છે.

Art Director Nitin Desai dies by suicide at ND Studio in Karjat : Bollywood News - Bollywood Hungama

4 નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનાર આર્ટ ડિરેક્ટરે કરી આત્મહત્યા

નીતિન દેસાઈએ 1987માં ટીવી શો ‘તમસ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ એનડી સ્ટુડિયોમાં ‘મંગલ પાંડે- ધ રાઇઝિંગ’નું સૌથી પહેલા શૂટિંગ થયું હતું. ત્યારબાદ મધુર ભંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ અને આશુતોષ ગોવારીકરની ‘જોધા અકબર’નું શૂટિંગ થયું. આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય અને હૃતિક રોશન 6 મહિના સુધી સેટ પર રહ્યાં હતાં.

આ પણ વાંચો : સારા અલી ખાનને ગ્લેમરસ લુકમાં જોઈ ચાહકોએ કર્યા વખાણ, અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર

આ સ્ટુડિયોમાં આમીર ખાનની ફિલ્મ ‘મંગલ પાંડે- ધ રાઇઝિંગ’નું સૌથી પહેલા શૂટિંગ થયું હતું. ત્યારબાદ મધુર ભંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ અને આશુતોષ ગોવારીકરની ‘જોધા અકબર’નું શૂટિંગ થયું. આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય અને હૃતિક રોશન 6 મહિના સુધી સેટ પર રહ્યાં હતાં. આ સાથે જ અનેક ફિલ્મના સેટ પર રહ્યાં હતાં. મે મહિનામાં એક જાહેરાત એજન્સીએ દેસાઈ પર 51.7 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. એજન્સીએ કહ્યું હતું કે ત્રણ મહિનાથી કામ પૂરું થવા છતાં દેસાઈએ પૈસા ચૂકવ્યા નથી. જોકે, નીતિન દેસાઈએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે એજન્સીએ ભૂતકાળમાં પણ તેની સામે આવા આરોપો લગાવ્યા હતા.

નીતિન દેસાઈના સ્ટૂડિયોમાં સલમાન ખાનની વોન્ટેડ, કિક, પ્રેમ રતન ધન પાયો વગેરે જેવી ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું. સલમાન ખાન પ્રકૃતિથી નજીક રહેવાનું પસંદ કરતો હોવાથી તેની પ્રથમ પસંદ કર્જત રહે છે. આ લોકેશન પર સલમાન સુરક્ષા વગર જ સ્કૂટી લઈને પણ ફરતો રહે છે.

આ પણ વાંચો : ટાઈગર શ્રોફની તસવીરે લગાવી બોલીવુડ પર આગ,અભિનેતાના અંદાજથી ફેન્સ થયા દીવાના

Back to top button