ગુજરાત: કેનેડા વિઝા માટેના ખોટા બાયોમેટ્રિક લેટર બનાવવાના કૌભાંડમાં થયા ચોંકાવનારા ખુલાસા
- આરોપીઓએ ભેગા મળી 28 યુવક યુવતીઓના ખોટી રીતે બાયોમેટ્રિક લેટર આપ્યા
- સમગ્ર મામલે ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે તેમ આરોપીઓ જણાવી રહ્યાં છે
- VSF ઓફિસના સર્વરમાં કોઈપણ જાતની એન્ટ્રી કર્યા વગર બાયોમેટ્રિક આપી દેતા
કેનેડા વિઝા માટેના ખોટા બાયોમેટ્રિક લેટર બનાવવાના કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેમજ બોગસ બાયોમેટ્રિક લેટરકાંડના બે આરોપીના જામીન ફગાવાયા છે. તથા VSFના જ કર્મચારીએ કેનેડાના વિઝા માટે ‘સગવડ’ કરેલી હતી. તેમાં હરીશ દેવજીભાઇ પંડયાની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ માટે આગાહી કરાઇ, જાણો કયા વિસ્તારોમાં થશે જળબંબાકાર
સમગ્ર મામલે ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા: આરોપીઓ
સમગ્ર મામલે ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે તેમ આરોપીઓ જણાવી રહ્યાં છે. જેમાં કેનેડા વિઝા માટેના ખોટા બાયોમેટ્રિક લેટર બનાવવાના કૌભાંડમાં પકડાયેલા મેહુલ વિરમભાઇ ભરવાડ અને હરીશ દેવજીભાઇ પંડયાની જામીન અરજી અત્રેની સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. બાયોમેટ્રિક કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે VSF કંપનીના કૌભાંડમાં મેહુલ વિરમભાઇ ભરવાડ, હરીશ દેવજીભાઇ પંડયાની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા છે. ત્યારે નીચલી કોર્ટે આરોપીઓની જામીન અરજી ફ્ગાવ્યા બાદ બન્ને આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરીને જણાવ્યુ હતુ કે, સમગ્ર મામલે ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ.
આ પણ વાંચો: ગુજરાતની SGSTની જુલાઈ, 2023ની આવક જાણી રહેશો દંગ
ગુનાની ગંભીરતા જોતા આરોપીઓને જામીન ન આપવા જોઇએ
મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સમગ્ર કૌભાંડમાં મેહુલ પૂર્વ કર્મચારી અને અત્યારે એજન્ટ તરીકે લોકોને વિઝા અપાવવાનું કામ કરે છે. તમામ આરોપીઓએ ભેગા મળી 28 યુવક યુવતીઓના ખોટી રીતે બાયોમેટ્રિક લેટર આપ્યા હતા.જે અંગેની ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ પૂછપરછ કરતા સામે આવ્યું કે બોગસ બાયોમેટ્રિક બનાવવા માટે આરોપી મેહુલ ભરવાડ તેમને એક વ્યક્તિ દીઠ 7 હજાર રૂપિયા આપતો હતો. જેમાં બાયોમેટ્રિક કરવા ગયેલ યુવક-યુવતીઓને VSF ઓફ્સિમાં જનરલ એન્ટ્રી કર્યા વગર જ ઓફ્સિની પાછળથી અંદર લઈ જવામાં આવતા હતા. જે બાદ VSF ઓફ્સિના સર્વરમાં કોઈ વ્યક્તિઓની કોઈપણ જાતની એન્ટ્રી કર્યા વગર બાયોમેટ્રિક આપી દેતા હતા. ગુનાની ગંભીરતા જોતા આરોપીઓને જામીન ન આપવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે બન્ને આરોપીઓના જામીન ફ્ગાવી જેલમાં મોકલી આપ્યા છે.