ત્રણ દિવસ લિફ્ટમાં ફસાઈ રહી મહિલા, મદદ માટે આજીજી કરતી રહી, અંતે તડપીને મોત
HD ન્યુઝ ડેસ્કઃ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ દિવસ સુધી લિફ્ટમાં ફસાયેલા રહેવાથી એક મહિલાનું મોત થયું છે. 32 વર્ષીય મહિલાએ ત્રણ દિવસ સુધી લિફ્ટની અંદરથી મદદ માટે બૂમો પાડી પરંતુ કોઈ તેને બચાવવા ન આવ્યું. લિફ્ટની અંદર જ તેનું મોત થયું હતું.
લિફ્ટમાં ફસાઈ ગઈ: મૃતકની ઓળખ ઓલ્ગા લિઓન્ટિવા તરીકે થઈ છે. લિયોન્ટિવા 9 માળની ઈમારતના ઉપરના માળે લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. જ્યાં તેઓને કોઈપણ પ્રકારની મદદ મળી શકી ન હતી. અહેવાલો અનુસાર, પાવર ફેલ થવાને કારણે લિફ્ટ 9મા માળે ફસાઈ ગઈ હતી. આ દરમિયાન લિઓન્ટિવા લિફ્ટમાં એકલી હતી.
ડિલિવરીનું કામ કરતી હતી : અહેવાલ મુજબ, 32 વર્ષીય ઓલ્ગા લિયોંટીવા, ત્રણ બાળકોની માતા, ડિલિવરી ડ્રાઇવર તરીકે કામ કરતી હતી. રોજની જેમ, તે ઘટનાના દિવસે પણ કામ પર ગઈ હતી, પરંતુ મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતાં તેના સંબંધીઓએ 24 જુલાઈના રોજ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ગુમ થયેલી મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તપાસ બાદ પોલીસને લિફ્ટમાં મહિલાનો મૃતદેહ મળ્યો જ્યાં તે ડિલિવરી માટે ગઈ હતી.
બિલ્ડિંગ ઓથોરિટી સામે કેસ: સત્તાવાળાઓએ આ મામલે તપાસ શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જે લિફ્ટમાં ફસાઈને મહિલાનું મોત થયું હતું તે લિફ્ટ ચીનમાં બનેલી રનિંગ લિફ્ટ હતી. જો કે, તેની નોંધણી થઈ ન હતી. હાલમાં, બિલ્ડિંગ ઓથોરિટી સામે કેસ નોંધવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે લિફ્ટમાં ઘણી સમસ્યાઓ હતી પરંતુ તેને દૂર કરવામાં આવી ન હતી. તેને ઘોર બેદરકારીનો મામલો માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, અકસ્માતનો ભોગ બનનારને છ વર્ષની પુત્રી છે. જેની હાલત રડવાથી ખરાબ છે. તેની માતાના અવસાન બાદ તે હવે તેના સંબંધીઓ સાથે છે.
આ પણ વાંચોઃ આર્થિક તંગીથી ઝઝૂમતું પાકિસ્તાન ઢીલુંઢફ થયું ! PM શરીફે કહ્યું, ભારત સાથે યુદ્ધ એ કોઈ વિકલ્પ નથી