ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા તાલુકાના બુરાલ ગામમાં 80 વિઘામાં થયેલા દબાણો દૂર કરવા માંગ

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાના બુરાલ ગામે ગામતળની જમીનમાં કેટલાક શખ્સો બોર બનાવીને દબાણ કરી ખેતી કરી રહ્યા હોવાની તેમજ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ વહીવટ કરી પોતાની મનમાની ચલાવતા હોવાના આક્ષેપ સાથેની રજૂઆત ગ્રામજનોએ ડીસા પ્રાંત કચેરીએ કરી હતી.

ગામતળની જમીનમાં બોર બનાવી ખેતી કરી દબાણ કરી રહ્યા છે

દબાણ હટાવ ઝુંબેશ-humdekhengenews

ડીસા તાલુકાના બુરાલ ગામે ગામતળની જમીનમાં 80 વિઘા થી વધુ જગ્યામાં કેટલાક શખ્સોએ દબાણ કરેલું છે.અગાઉ 2014માં દબાણ હટાવ ઝુંબેશમાં ગામના કેટલાક લોકોના દબાણ તોડી પડાયા હતા. તે વખતે દબાણ તોડવામાં વ્હાલા દવલાની નીતિ અપનાવાય હોવાનો આક્ષેપ ગ્રામજનો કર્યો હતો. ત્યારબાદ ગ્રામજનોએ વારંવાર તમામ દબાણો દૂર કરવા તાલુકા પંચાયત કચેરીથી લઈ કલેકટર કચેરી સુધી રજૂઆત કરેલ છે પરંતુ દબાણ દૂર કરવા કોઈ કાર્યવાહી થતી નથી. હાલમાં ગામના મહિલા સરપંચના પતિ વહીવટ કરી રહ્યા છે તેમજ સરપંચના મળતીયાઓ દ્વારા જ ગામતળની જમીનમાં બોર બનાવી ખેતી કરાતી હોવાથી ગ્રામજનો કહેવા જતા સરપંચ લોકોને હડધૂત કરી આ દબાણદારોને બચાવી રહ્યા છે.

દબાણ હટાવ ઝુંબેશ-humdekhengenews

મહિલા સરપંચના પતિ પોતાની મનમાની ચલાવતા હોવાનો આક્ષેપ

જો આ ગામતળની જગ્યા ખુલ્લી કરાય તો ગામમાં તમામ જાતિના ઘરવિહોણા લોકોને પ્લોટ આપી શકાય તેમ છે તેવી રજૂઆત ગ્રામજનો ડીસા નાયબ કલેકટરને કરી હતી. આ અંગે ગામના પ્રહલાદસિંહ સોલંકી જણાવ્યું હતું કે,ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ લોકોને હડધૂત કરી ઉદ્ધત જવાબ આપે છે. લોકોની કોઈ રજૂઆત સાંભળતા નથી. જ્યારે ગામના વેલભા સોલંકીએ જણાવ્યું હતું કે વર્ષ 2014માં દબાણમાં તોડ્યા ત્યારે વ્હાલા દવલાની નીતિ રખાઈ હતી. ત્યારબાદ અમે વારંવાર રજૂઆત કરવા છતાં દબાણો દૂર કરવા કોઈ કાર્યવાહી થતી નથી. જેથી આજે ગ્રામજનોએ ડીસા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટરને કરી હતી.

આ પણ વાંચો : મૃણાલ ઠાકુરે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ

Back to top button