આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી
HD ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં સિઝનનો 92 ટકા વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે ભરી હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ સાયક્લોન સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટિવ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે.
ઉત્તર ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે:
આમ જોવા જઈએ તો રાજ્યાં કયાંકને કયાંક છુટક વરસાદ ચાલુ જ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગના કહેવા પ્રમાણે સાયક્લોન સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટિવ થવાથી રાજ્યભરમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. પરંતુ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ચોમાસાની સિઝનમાં કેટલું વાવેતર થયું?
આ વર્ષે ચોમાસાની સિઝનમાં કેટલું વાવેતર થયું તેના આંકડા રાજ્ય સરકારે જાહેર કર્યા છે. જે મુબજ રાજ્યમાં અત્યાર સુધી કુલ 57 લાખ 37 હજાર 951 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. અત્યાર સુધી 67.58 ટકા ચોમાસુ વાવેતર થયું છે. 5 લાખ 51 હજાર 728 હેક્ટરમાં વિવિધ ધાન્ય પાકનું વાવેદત થયું છે. રાજ્યમાં કુલ થયેલા વાવેતરમાં 40.79 ટકા ધાન્ય પાકોનું વાવેતર છે. તો આ વર્ષે 2 લાખ 31 હજાર 359 હેક્ટર જમીનમાં કઠોળનું વાવેતર થયું છે. જે 49.06 ટકા છે. તેલીબિયાંની વાત કરીએ ત ચાલુ વર્ષે 22 લાખથી વધુ હેક્ટર જમીનમાં તેનું વાવેતર થયું છે. કુલ 92.02 ટકા વાવેતર તેલીબિયાંનું છે. તો રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં આ વર્ષે મગફળીનું સૌથી વધુ વાવેતર થયુ છે. અંદાજે 19 લાખ 70 હજાર 399 હેકટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયુ છે.મગફળી ઉપરાંત કપાસનું પણ નોંધનીય ઉત્પાદન થયુ છે. કુલ 20 લાખ 33 હજાર 467 હેકટરમાં કપાસનું વાવેતર થયું છે.
આ પણ વાંચો: હવે એક ક્લિક પર ખબર પડશે દવા નકલી છે કે અસલી, દવાઓ પર હશે QR કોડ