ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

1 ઓગસ્ટનો ભયંકર ઇતિહાસ; આ દિવસે એવી કવાયત શરૂ થઇ કે 10 કરોડ લોકોના થયા મોત

1 ઓગસ્ટનો ઇતિહાસ રોચક અને ભયંકર છે. આ દિવસે કેટલીક એવી ઘટનાઓ ઘટી કે, તેનાથી વિશ્વભરમાં અરાજકતા ફેલાઈ ગઇ અને મનુષ્ય જાતિનું પતન શરૂ થયું. આ દિવસે જ પ્રથમ વર્લ્ડવોરની શરૂઆત થઈ હતી અને તેની નકારાત્મક અસરના કારણે 10 કરોડ લોકોના મોત થઈ ગયા હતા. તો સકારાત્મક બાબત જોઇએ તો માનવજાતિના વિકાસ સાથે જોડાયેલા સ્તનપાન પણ 1 ઓગસ્ટે સાથે જોડાયેલ છે. આમ એક ઓગસ્ટેના અનેક વિધ વિભિન્ન ઈતિહાસ છે, તે અંગે અમે તમને જાણકારી આપવા જઇ રહ્યાં છીએ.

રશિયા પર જર્મનીના હુમલા સાથે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત (world war 1)

રશિયા પર જર્મનીના હુમલા સાથે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત વર્ષ 1914માં આજના દિવસે પ્રથમ વિશ્વ યુદ્ધની ઘોષણા કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધને સંક્ષિપ્તમાં WWI અથવા WW1 તરીકે ઓળખવામાં આવે છે. આમ તો એક વૈશ્વિક યુદ્ધ હતું જેની શરૂઆત યુરોપમાં 28 જુલાઈ 1914ના રોજ થઇ હતી અને આ ભયંકર યુદ્ધ 11 નવેમ્બર 1918 સુધી ચાલ્યું હતું. તેને મહાન યુદ્ધ અથવા “બધા યુદ્ધોને સમાપ્ત કરવા માટેનું યુદ્ધ” તરીકે જાણીતું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધમાં અંદાજે 9 કરોડ સૈનિકો તેમજ 1.3 કરોડ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે તેને ઇતિહાસના સૌથી મોટા યુદ્ધો પૈકીનું એક બનાવે છે. તે ઇતિહાસનો સૌથી ભયંકર સંઘર્ષ હતો. જ્યારે વર્ષ 1918ની સ્પેનિશ ફ્લૂ મહામારીને કારણે દુનિયાભરમાં 1.7 થી 10 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા.

world war-HDNEWS

આજે 1 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ સ્તનપાન દિવસ છે. વર્ષ 1914માં આજના દિવસે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની એ રશિયા હુમલો કર્યો હતો. આજે બોલીવુડ એક્ટ્રેસ મીના કુમારીનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

1 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1831 – લંડન બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો.
  • 1883 – ગ્રેટ બ્રિટનમાં આંતરદેશીય ટપાલ સેવા શરૂ કરવામાં આવી.
  • 1914 – રશિયા પર જર્મનીના હુમલા સાથે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત.
  • 1920 – મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું હતું. મહાત્મા ગાંધીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવેલ કેસર-એ-હિંદનું બિરુદ પરત કર્યું.
  • 1953 – એર કોર્પોરેશન એક્ટ હેઠળ ભારતની તમામ એરલાઇન્સનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રોની ધરપકડ કરવામાં આવી હતી.
  • 1957 – નેશનલ બુક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.
  • 1960 – ઈસ્લામાબાદને પાકિસ્તાનની રાજધાની જાહેર કરવામાં આવી.
  • 1975 – ભારતની દરબા બેનર્જી કોમર્શિયલ પેસેન્જર એરક્રાફ્ટ ઉડાડનાર વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ બની.
  • 1995 – હબલ ટેલિસ્કોપે શનિના બીજા ચંદ્રની શોધ કરી
  • 2000 – ઈરાનમાં મહિલાઓ પણ ઈમામ બની.
  • 2004 – પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાએ ભારતને 25 રનથી હરાવીને એશિયા કપ જીત્યો. સનથ જયસૂર્યા ‘મેન ઓફ ધ સિરીઝ’ બન્યો.
  • 2005 – સાઉદી અરેબિયાના રાજા ફહદ બિન અબ્દુલ અઝીઝનું અવસાન, સ્વર્ગસ્થ રાજાના ભાઈ પ્રિન્સ અબ્દુલ્લા બિન અબ્દુલ અઝીઝને દેશના નવા શાસક બન્યા.
  • 2006 – જાપાને વિશ્વની પ્રથમ ભૂકંપ પૂર્વ ચેતવણી સેવા શરૂ કરી.
  • 2007 – વિયેતનામના હનોઈ શહેરમાં આયોજિત ઈન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ (IMO)માં ભારતીય ટીમના છ સભ્યોએ ત્રણ સિલ્વર મેડલ જીત્યા.
  • 2008 – ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના બોર્ડે ભારતના વિશેષ દેખરેખ કરારને લીલી ઝંડી આપી.

વિશ્વ સ્તનપાન સપ્તાહ દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ઉજવાય છે. સ્તનપાન પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી દુનિયાભરમાં સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવાય છે. સ્તનપાન સપ્તાહ દરમિયાન નવજાત બાળકો માટે માતાના દૂધના મહત્વ વિશે માહિતી આપવામાં આવે છે. નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન છે. માતાનું દૂધ બાળકોને કુપોષણ સહિત અનેક ગંભીર બીમારીઓથી બચાવે છે. સ્તનપાનને પ્રોત્સાહન આપીને બાળ મૃત્યુદર ઘટાડી શકાય છે. આ સપ્તાહ દરમિયાન મહિલાઓને ખાસ પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તેઓ બાળકોને જન્મથી છ મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીડાવે. બાળકના જન્મ બાદ માતાના સ્તનમાંથી પ્રથમ દૂધ (કોલોસ્ટ્રમ) એટલે ઘટ્ટ, પીળું દૂધ જે બાળકના જન્મથી થોડા દિવસોમાં (4 થી 5 દિવસમાં) ઉત્પન્ન થાય છે, તેમાં વિટામિન્સ, એન્ટિબોડીઝ, અન્ય પોષક તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે. આવું દૂધ બાળક માટે અમૃત સમાન માનવામાં આવે છે.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • રોહિત ટોકસ (1993) – ભારતીય બોક્સર.
  • રામવીર ઉપાધ્યાય (1957) – ઉત્તરપ્રદેશના રાજકારણી.
  • અરુણ લાલ (1955) – ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર.
  • બચી સિંહ રાવત (1949) – ઉત્તરાખંડના ભાજપના નેતા.
  • દામોદર મૌઝો (1944) – ગોવાના પ્રખ્યાત નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક અને નિબંધકાર.
  • ગોવિંદ મિશ્રા (1939) – પ્રખ્યાત લેખક.
  • મીના કુમારી (1932) – ફિલ્મ અભિનેત્રી
  • ફ્રેન્ક વોરેલ (1924) – ભૂતપૂર્વ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટર
  • શાહ અબ્દુલ્લા (1924) – સાઉદી અરેબિયાના રાજા.
  • ભગવાન દાદા (1913) – પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક
  • મુહમ્મદ નિસાર (1910) – ભારતીય ક્રિકેટ ખેલાડી
  • કમલા નેહરુ (1899) – ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પત્ની.
  • પુરુષોત્તમ દાસ ટંડન (1882) – સ્વતંત્રતા સેનાની
  • હરકોર્ટ બટલર (1869) – ઉત્તર પ્રદેશના પ્રથમ રાજ્યપાલ હતા.

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • અમર સિંહ (2020) – સમાજવાદી પાર્ટીના નેતા.
  • ભીષ્મ નારાયણ સિંહ (2018) – આસામ અને મેઘાલયના રાજ્યપાલ હતા.
  • હરકિશન સિંહ સુરજીત (2008) – ભારતના રાજકારણી.
  • બેગમ એઝાઝ રસૂલ (2001) – ભારતીય બંધારણ સભાના એકમાત્ર મુસ્લિમ મહિલા સભ્ય હતા.
  • અલી સરદાર જાફરી (2000) – જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કવિ.
  • નિરદ ચંદ્ર ચૌધરી (1999) – પ્રખ્યાત બંગાળી અને અંગ્રેજી લેખક અને વિદ્વાન.
  • કાંથે મહારાજ (1969)- ભારતના પ્રખ્યાત તબલા વાદક.
  • બાલ ગંગાધર તિલક (1920) – ભારતીય સ્વતંત્રતા સેનાની.
  • દેવકીનંદન ખત્રી (1913) – હિન્દીના મહાન અને પ્રથમ જાદુઈ લેખક.
  • ઝિંદન રાની (1863) – સરદાર મન્ના સિંહ ઔલખ જાટની પુત્રી હતી. તે પંજાબના મહારાજા રણજીત સિંહની પાંચમી રાણી અને
  • તેમના સૌથી નાના પુત્ર દલીપ સિંહના માતા હતા.
  • ઉર્ફી શીરાજી (1591) – મુઘલ દરબારમાં સમ્રાટ અકબરના પ્રખ્યાત કવિ.

આ પણ વાંચો: લોકોની વચ્ચે સતત ખડે પગે રહીને લોકચાહના મેળવનાર સિંઘમ અધિકારી રવિ તેજા કોણ છે ?

Back to top button