લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદી આપશે જવાબ; 8 ઓગસ્ટથી શરૂ થશે ચર્ચા
- વિપક્ષના મણીપુર મુદ્દે પર જે સંસદમાં વારંવાર કરવામાં આવતી ચર્ચા અને PM મોદીના નિવેદનની માંગ કરનાર વિપક્ષ માટે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો નિર્ણય કર્યો હતો, જેથી હવે વડાપ્રદાન અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં જવાબ આપશે.
મણીપુરમાં કેટલાય સમયથી હિંસા ચાલી રહી છે, એવામાં PM મોદી આ મુદ્દે કંઈજ બોલી રહ્યા નથી તેવા વિપક્ષના આક્ષેપો તેમના પર લાગ્યા છે. ત્યારે વિપક્ષ દ્વારા સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદના ચોમાસા સત્રમાં એટલે કે 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ચર્ચા કરવામાં આવશે. જેમાં 10 ઓગસ્ટના રોજ સંસદ સત્રમાં દેશના વડાપ્રઘાન મોદી હાજર રહેશે, તેમજ આ અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે.
કેમ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની માંગ કરી?
વિપક્ષ પોતાની માગ પર અડગ હતો અને હંગામો મચાવતા હતા. વિપક્ષને આ મુદ્દે બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો ત્યારે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો વિચાર આવ્યો હતો. વિપક્ષનું કહેવું છે કે સરકાર આ અંગે ગૃહમાં ચર્ચા કરશે. તે જાણે છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને કોઈ ફરક પડવાનો નથી. સરકાર પાસે સંખ્યા છે, પરંતુ તેના દ્વારા અમે મણિપુર પર અમારા મંતવ્યો રજૂ કરી શકીશું, ચર્ચા થશે અને પછી વડાપ્રધાને પણ જવાબ આપવાનો રહેશે.
અત્યાર સુધી કેટલા અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા?
1952થી અત્યાર સુધી સંસદમાં 27 અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા છે. એનડીએ સરકાર વિરુદ્ધ વર્ષ 2018માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. ઉપરાંત, આ 7મી વખત છે જ્યારે નીચલા ગૃહમાં એવા સમયે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે જ્યારે સામાન્ય ચૂંટણીને આડે 12 મહિનાથી પણ ઓછો સમય બાકી છે.
આ પણ વાંચો: ગુજરાત ATSનું રાજકોટમાં મોટું ઓપરેશન, અલકાયદા સાથે સંકળાયેલા 3 લોકોની ધરપકડ, જાણો કેવી રીતે થયો પર્દાફાશ?