ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક સપ્તાહમાં મોતનો આંકડો જાણી રહેશો દંગ
- 14 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાની થઈ
- વરસાદી સિઝનમાં કુદરતી આફતના કારણે જે 158 લોકોનાં મોત થયા
- 48 કલાકમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લો વરસાદથી અસરગ્રસ્ત
ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક સપ્તાહમાં મોતનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ પૂરમાં તણાતા 58 સહિત સિઝનમાં કુલ 158નાં મોત થયા છે. તથા પૂર-વાવાઝોડાની સ્થિતિમાં 21 હજાર જેટલા મકાનોને નુકસાન થયુ છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાની જોવા મળી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 128 તાલુકામાં મેઘમહેર, જાણો કયા થયો સૌથી વધુ વરસાદ
48 કલાકમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લો વરસાદથી અસરગ્રસ્ત
ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક સપ્તાહમાં 28 લોકોનાં મોત થયાં છે, છેલ્લા 48 કલાકમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લો વરસાદથી અસરગ્રસ્ત રહ્યા છે, આ સાથે જ આ સિઝનમાં પુર-વાવાઝોડા સહિતની કુદરતી આફતના કારણે ગુજરાતમાં કુલ 158 લોકોનાં મોત થયા છે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાની જોવા મળી છે.
આ પણ વાંચો: અમદાવાદ: રાજસ્થાન હોસ્પિટલ આગ દુર્ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો
વરસાદી સિઝનમાં કુદરતી આફતના કારણે જે 158 લોકોનાં મોત થયા
ગુજરાતમાં આ વરસાદી સિઝનમાં કુદરતી આફતના કારણે જે 158 લોકોનાં મોત થયા છે તેમાં કુલ 10 જિલ્લાઓ અસરગ્રસ્ત છે, 58 વ્યક્તિના પુરમાં તણાઈ જવાના કારણે મોત નોંધાયા છે, વીજળી પડવાના કારણે 41 અને જુદા જુદા કારણસર 59 લોકોનાં મોત થયાં છે. બે વ્યક્તિ ગુમ થઈ છે, જેમનો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી જ્યારે કુલ 221 વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી છે.
આ પણ વાંચો: અમદાવાદ: બીયુ પરમિશનના 45 દિવસમાં જ મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સની આકારણી થશે
14 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાની થઈ
ગુજરાતમાં ભારે વરસાદ, પુર, વાવાઝોડા સહિતના કુદરતી આફતના કારણે પહેલી એપ્રિલ 2023થી 30મી જુલાઈ 2023ના અરસામાં કુલ 433 મકાનો સંપૂર્ણ નુકસાનગ્રસ્ત થયા છે જ્યારે ઓછા વત્તા પ્રમાણમાં 20,687 મકાનોને નુકસાન થયું છે. આ અરસામાં 4,671 પશુઓનાં મોત થયાં છે. આ ઉપરાંત 1.17 લાખ ઈલેક્ટ્રિક પોલ કે પિલરને નુકસાન થયું છે. એટલું જ નહિ પરંતુ 14 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાની થઈ છે.