ગામડાઓ-કસ્બાઓમાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળો; PM મોદીની સાંસદોને સલાહ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024થી પહેલા કમર કસતા કેન્દ્રમાં સત્તાવાદી ગઠબંધન NDAના સાંસદોની મેરાથોન બેઠકો સોમવાર (31 જૂલાઈ)થી શરૂ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર, પ્રથમ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને નિર્દેશ આપ્યો કે તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર હેઠળ આવનારા ગામડાઓ-કસબાઓમાં પ્રવાસ કરીને લોકો વચ્ચે તેમની સમસ્યાઓ સાંભળો,
એનડીએ સાંસદોની બેઠકો 10 ઓગસ્ટ સુધી ચાલશે. એક દિવસમાં બે બેઠકો હશે અને બધી મીટિંગોને પીએમ મોદી સંબોધિત કરશે. પ્રથમ બેઠકમાં ઉત્તર પ્રદેશના સાંસદોએ ભાગ લીધો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં નિર્દેશ આપ્યા છે કે બધા પ્રતિનિધિ જનતા વચ્ચે જઈને વધારેમાં વધારે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરે, તેમની સમસ્યાઓને સમજીને તેનો ઉકેલ લાવે. તેમને કહેવામાં આવ્યું છે કે,જ્યાં એનડીએની સરકારો અને બીજેપીની સરકારો ચે, ત્યાં જનતાને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓમાં વધારેમાં વધારે જાણકારી ઉપલબ્ધ કરાવે.
સાંસદોને લાભાર્થિઓ વચ્ચે જઈને તેમને મળવાના પણ નિર્દેશ આપ્યા છે. સાંસદોએ કહ્યું છે કે, તેઓ લાભાર્થિઓથી બીજા લોકોને પણ યોજનાઓનો લાભ મેળવવા માટે પ્રેરિત કરવાના પણ સૂચનો આપવામાં આવ્યા છે.