મહામારી પછી બાળકોની તસ્કરીની ઘટનાઓ વધી; યૂપી-બિહાર, આંધ્ર પ્રદેશ ટોચ પર: રિસર્ચ
નવી દિલ્હી: રાજસ્થાનની રાજધાની જયપુર છેલ્લા છ વર્ષમાં દેશમાં બાળકોની તસ્કરી માટે સૌથી મુખ્ય સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, એમ એક અભ્યાસમાં જણાવાયું છે. આ અભ્યાસ અહેવાલ ‘Games24×7’ અને કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન (KSCF) દ્વારા રવિવાર (30 જુલાઈ)ના રોજ બહાર પાડવામાં આવ્યો છે.
30 જુલાઈના રોજ ‘વર્લ્ડ ડે અગેન્સ્ટ ટ્રાફિકિંગ ઇન પર્સન્સ’ નિમિત્તે ‘ભારતમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગ: ઇન્સાઇટ્સ ફ્રોમ સિચ્યુએશનલ ડેટા એનાલિસિસ એન્ડ ધ નીડ ફોર ટેક ડ્રિવન ઇન્ટરવેન્શન સ્ટ્રેટેજિસ’ શીર્ષક હેઠળનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, વર્ષ 2016થી 2022 દરમિયાન KSCFના હસ્તક્ષેપથી બચેલા બાળકોની કુલ સંખ્યા 13,549 હતી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જયપુર તસ્કરી કરાયેલા બાળકો માટેના મુખ્ય સ્થળોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે અને આ જિલ્લામાંથી સૌથી વધુ 1,115 બાળકોને છોડાવવામાં આવ્યા છે, જે બચાવાયેલા કુલ બાળકોના લગભગ 9 ટકા છે.
તે પછી રાષ્ટ્રીય રાજધાની, ઉત્તર દિલ્હીના બે જિલ્લાઓ છે જે બચાવી લેવામાં આવેલા બાળકોની કુલ સંખ્યાના 5.24 ટકા સાથે અને ઉત્તર પશ્ચિમ દિલ્હીનો 5.13 ટકા બાળકોનો સમાવેશ થાય છે. ટોપ 10 જિલ્લાઓની યાદીમાં રાષ્ટ્રીય રાજધાનીના પાંચ જિલ્લા પણ સામેલ છે.
આ પણ વાંચો-ક્લાસની અંદર જ ધોરણ-10ના વિદ્યાર્થીએ ક્લાસમેટની ચાકુ મારીને કરી હત્યા
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં સરેરાશ બાળકોની તસ્કરીની સંખ્યામાં વધારો થયો છે. કોવિડ પછીના વર્ષો (2021-22)માં આ સંખ્યા વધીને 99 થઈ ગઈ, જ્યારે કોવિડ પહેલાના વર્ષોમાં (2016-20) તે 48 હતી.
એકંદરે કોવિડ મહામારી પહેલા અને પછી તસ્કરી કરાયેલા બાળકોની સંખ્યામાં “નોંધપાત્ર વધારો” થયો છે, જે દેશમાં તસ્કરીની સ્થિતિ પર મહામારીની હાનિકારક અસરની પુષ્ટિ કરે છે.
રાજ્યના ડેટા પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં દર વર્ષે સૌથી વધુ સરેરાશ બાળકોની તસ્કરી જોવા મળી હતી. કોવિડ-19 (2016-19)ના પ્રથમ તબક્કામાં 267 અને કોવિડ પછીના તબક્કા (2021-22) અથવા વર્ષ 2021માં 1,214 , 2,055 કેસ સાથે 350 ટકાથી વધુનો વધારો થયો હતો.
ઉત્તર પ્રદેશ પછી બિહાર અને આંધ્ર પ્રદેશ એ ટોચના ત્રણ રાજ્યો છે જ્યાંથી દર વર્ષે સરેરાશ સૌથી વધુ બાળકોની તસ્કરી થાય છે.
કર્ણાટકમાં દર વર્ષે તસ્કરી કરાયેલા બાળકોની સરેરાશ સંખ્યામાં આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો, જે 110 સુધી પહોંચ્યો ગયો છે. કોવિડ પહેલાના છ કેસ કરતાં 18 ગણો વધારો તેમાં નોંધાયો છે. રસપ્રદ વાત એ છે કે, કેરળમાં કોવિડ પછી બાળ તસ્કરીનો એક પણ કેસ નોંધાયો નથી.
રિપોર્ટમાં જણાવાયું છે કે બાળકોની હેરફેરના વર્તમાન વલણો અને પેટર્નની સ્પષ્ટ ચિત્ર આપવા માટે ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. બચાવી લેવામાં આવેલા 80 ટકા બાળકો 13 થી 18 વર્ષના હતા, 13 ટકા 9 થી 12 વર્ષના હતા અને 2 ટકાથી વધુ 9 વર્ષથી નાના હતા.
KSCFના મેનેજિંગ ડિરેક્ટર, AVSM (નિવૃત્ત) રિયર એડમિરલ રાહુલ કુમાર શ્રાવતે કહ્યું કે ‘ તસ્કરી વિરોધી બિલને સંસદના આ સત્રમાં જ પસાર કરવો જોઇએ કેમ કે, આપણા બાળકો જોખમમાં છે અને આપણી પાસે ગુમાવવાનો સમય નથી’
આ પણ વાંચો-મણિપુર હિંસા: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારની કાઢી ઝાટકણી; કર્યો પ્રશ્નોનો મારો