ગુજરાતટોપ ન્યૂઝ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સુચના

Text To Speech

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તથા કચ્છમાં પણ આજે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રથયાત્રાના દિવસે એટલે કે પહેલી જુલાઈએ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચન કર્યું છે.

ભાવનગરના દરિયામાં કરંટ
ભાવનગર જિલ્લાના દરીયામાં કરંટ જોવા મળતા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે વરસાદી માહોલ જામતા દરિયાના મોજા ઉછળી રહ્યા છે ઘોઘા, અલંગ, મહુવાના બંદરો પર વરસાદી આગાહી અને વાતાવરણમાં આવેલા પલટાને લઈ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. હાલમાં તંત્ર દ્વારા લોકોને સાવધાન રહેવા ચેતવવામાં આવ્યા છે.

ભાવનગર ઉપરાંત ઓખા બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન ખાતાની આગાહીને પગલે સિગ્નલ લગાવાયું છે.

હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચન કર્યું છે.

જાફરાબાદના દરિયા કિનારે એલર્ટ, દરિયો ન ખેડવાની સુચના
હવામાન ખાતાના આગાહીને લઈને જાફરાબાદના દરીયા કિનારે એલર્ટ અપાયું છે. તારીખ 27 જૂનથી 1લી જુલાઈ સુધી દરીયો ન ખેડવા સુચના અપાઈ છે. જાફરાબાદના દરીયા કિનારે ૩ નબંરનુ સીગ્નલ લગાવવામાં આવ્યુ છે. જાફરાબાદના દરીયામાં હાલ કરન્ટ જોવા મળ્યો છે. જાફરાબાદના દરીયામાં મોટા મોજા ઉછળી રહ્યા છે.

શેત્રુંજીમાં નવા નીરની આવક
ભાવનગર જિલ્લાના જીવા દોરી સમાન એવા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે બે હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. અમરેલી અને ગીર પંથકમાં સારા વરસાદથી ભાવનગરવાસીઓને પીવાના પાણીમાં ફાયદો થશે તો ખેડૂતોને પણ સિંચાઈ માટેનો લાભ મળશે. શેત્રુંજી ડેમમાં પાણીની આવકને પગલે ભાવનગર વાસીઓમાં હર્ષની હેલી જોવા મળી.

Back to top button