તુલસીના છોડને લગતી આ ભુલો ક્યારેય ન કરતા
- તુલસી ઘરમાં સુખ-શાંતિ આપે છે, તેને સન્માન આપવુ
- જો અમુક નિયમો નહીં અપનાવો તો સમસ્યા આવી શકે
- તુલસીના પાનને ક્યારેય પગ નીચે ન આવવા દેવા
હિંદુ ધર્મમાં તુલસીના છોડની દેવીની જેમ પૂજા થાય છે. તેને વિશેષ સન્માન આપવામાં આવે છે. શાસ્ત્રોમાં તુલસીના છોડને લઈને કેટલાક વિશેષ નિયમો આપવામાં આવ્યા છે અને કેટલાક કામ કરવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તમારા ઘરની સુખ-શાંતિ દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં આર્થિક સંકટ વધવા લાગે છે. જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે તો તમારે પણ આ નિયમોનું પાલન કરવું જોઈએ.
આપણા બધા ઘરમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ તમામ પૂજા વિધિમાં થાય છે. તુલસીની પૂજા થાય છે અને તુલસીના પાનનો ઉપયોગ દેવતાઓને ભોજન અર્પણ કરવા માટે પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તુલસીના ઉપયોગ સંબંધિત કેટલાક નિયમો જણાવાયા છે.
જાણો તુલસીના છોડને લગતા નિયમો શું છે?
સુકાયેલી તુલસીને ભૂલથી પણ ઘરમાં ન રાખો
ઘરમાં તુલસીનો છોડ રાખવો જેટલુ શુભ માનવામાં આવે છે તેટલુ જ અશુભ છે સૂકી તુલસી રાખવી. સૂકાયેલી તુલસીને ઘરમાં ન રાખો. તેની જગ્યાએ નવો તુલસીનો છોડ લગાવવો જોઈએ. સૂકા તુલસીને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરમાં આર્થિક સમસ્યાઓ વધવા લાગે છે.
સુકાયેલી તુલસીનું શું કરવું જોઇએ?
સૂકાયેલી તુલસીનો છોડ ઘરમાં રાખવો શાસ્ત્રોમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે. સૂકા તુલસીનું ઝાડ ઘરમાં ન રાખવું. તેના બદલે તેને તરત જ જમીનમાં દાટી દેવી જોઈએ અથવા વહેતા પાણીમાં વહાવી દેવી જોઈએ. સૂકા તુલસીને ભૂલથી પણ બાળવી નહીં. તુલસી બાળવી એ પોતાને જ નુકસાન કરવા સમાન છે.
આ દિવસોમાં ભૂલથી પણ તુલસીનો છોડ ન તોડવો
તુલસીના છોડને ખૂબ કાળજીથી સ્પર્શ કરવો જોઈએ. સ્નાન કર્યા વિના તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. તુલસીના છોડને ગંદા હાથથી ન અડવું જોઈએ. ભૂલથી પણ રાત્રે તુલસીના પાન તોડવા નહીં. ભૂલથી પણ એકાદશી અને દ્વાદશી પર તુલસીના પાન ન તોડવા. જો તમારે પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવો હોય તો સવારે તેને તોડીને રાખો. શાસ્ત્રોમાં સાંજે તુલસીના પાન તોડવાની મનાઈ છે.
તુલસીના પાનને ભુલથી પણ પગ નીચે ન આવવા દેવો
ધ્યાન રાખો કે તુલસીના પાન ક્યારેય પગ નીચે ન આવવા જોઈએ. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે ધ્યાનમાં રાખો કે ભૂલથી પણ તુલસીના પાન તમારા પગ નીચે ન આવવા જોઈએ. જો તમે તુલસીના પાનને નીચે પડેલા જુઓ તો તેને ફરીથી માટીમાં દાટી દો. દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ અને સવાર-સાંજ તુલસીને દીવો અને ધૂપ કરવો જોઈએ.
આ પણ વાંચોઃ પેટની ચરબી ઘટાડવા ડાયટમાં લો આ ડ્રિંક્સ