ટ્રેન્ડિંગમનોરંજન

6 વર્ષ બાદ ફરીથી ઘરોમાં ગુંજશે “એ હાલો”, TMKUCમાં દયાભાભીની રીએન્ટ્રી..

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે મોટા સમાચાર, ટુક જ સમય દયા ભાભીના ગરબાની ધૂન ફરી લોકોના ઘરોમાં ગુંજશે કારણકે દયા ભાભી 6 વર્ષ બાદ જોવા મળશે ફરી શોમાં. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની આન બાન શાન દયા ભાભી ખુબ જ ટુક સમયમાં શોમાં ફરી એક વાર સીરીયલ માંથી 6 વર્ષના લાંબા સન્યાસ બાદ જોવા મળશે. 2017માં દયા ભાભીએ અનિશ્ચિત પ્રસૂતિ રજા પર ગઈ હતી અને ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. સફળતાપૂર્વક મનોરંજક દૃશ્યના 15 વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે સીરીયલના નિર્માતા આસિત મોદીએ એક મોટી જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં ચાહકોની પ્રિય દિશા વાકાણી ઉર્ફ દયાબેનને પરત લાવશે. તેમણે કહ્યું, “15 વર્ષની આ સફરમાં, તે બધાને હાર્દિક અભિનંદન. આવા જ એક કલાકાર છે જેને આપણે ભૂલી શકતા નથી. તે કલાકાર છે દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી.દયા ભાભીએ ચાહકોનું મનોરંજન કર્યું છે અને આટલા વર્ષોથી ચાહકોને હસાવ્યા છે. ચાહકો તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે અને હું ચાહકોને વચન આપું છું કે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછી આવશે.

tarak mehta ka ooltah chasma
tarak mehta ka ooltah chasma

માર્ચ રહ્યો TMKUC માટે exit મહિનો

આ વર્ષે માર્ચમાં અસિત કુમાર મોદીએ તેમના શોમાંથી ઘણા કલાકારોની બેક ટુ બેક એક્ઝિટને સંબોધિત કરી હતી. આ બાબત પર આસિત મોદીએ કહ્યું હતું કે “હું જવાબ આપીને કંટાળી ગયો છું અને લોકોને આ પ્રશ્ન ન પૂછવા વિનંતી કરી રહ્યો છું. પરંતુ હું શોનો નિર્માતા છું અને તેથી મારે જવાબ આપવો પડશે. આજે પણ હું ઈચ્છું છું કે અમારી મૂળ દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી પાછી આવી જાય અને શોમાં ફરી ધમાલ મચાવી દે . દિશા મારી બહેન જેવી છે. તે તેના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. તેણીને બે બાળકો છે. જો તે પાછા આવવા માંગતી નથી, તો હું તેને દબાણ કરી શકતો નથી.

daya bhabhi
daya bhabhi

6 વર્ષ શોધવા છતાંય ના મળ્યા દયા ભાભીના સબસ્ટીટ્યુટ

નવી દયાબેનને શોધવા વિશે અપડેટ આપતા, અસિતે કહ્યું, “હું નવી દયા ભાભીને શોધી રહ્યો છું. દયાબેનનું પાત્ર ભજવવું સહેલું નથી. દિશા વાકાણીએ જે રીતે કર્યું તે બધા જાણે છે. આજે પણ તેણીની ખોટ છે. રોલ માટે નવી વ્યક્તિ શોધવી સરળ નથી. આનો અર્થ એ નથી કે હું ડરતો છું. હું ડરતો નથી પરંતુ હું સંપૂર્ણતા શોધી રહ્યો છું. દિશાનું સ્થાન લેવું અશક્ય છે. તેણીનો અભિનય શાનદાર હતો પરંતુ મને કોઈ એવી વ્યક્તિ મળી રહી છે જે તેની શૈલીથી દરેકને પ્રભાવિત કરી શકે. આમાં સમય લાગે છે પણ દયાબેન જલ્દી જ પાછા આવી જશે.”

આ પણ વાંચો:કલાકારો બાદ હવે તારક મેહતાના ડિરેક્ટરે પણ છોડ્યો શો : કારણ તમે પણ જાણી લો

Back to top button