IND VS PAK મેચની તારીખને લઈને BCCI સેક્રેટરી જય શાહનું મોટું નિવેદન
India and Pakistan : ભારત અને પાકિસ્તાનને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ચાહકોએ અત્યારથી જ હોટલ બુક કરાવી લીધી છે. ICC એ તાજેતરમાં ભારત દ્વારા આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે.
વર્લ્ડ કપની શરુવાત 5 ઓક્ટોબરથી શરૂ થશે
ભારતમાં યોજાનાર ક્રિકેટ વર્લ્ડ કપની શરુવાત 5 ઓક્ટોબરથી શરૂ થશે. જયારે પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે.આ મેચએ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી.
સુત્રો પ્રમાણે 14 ઓક્ટોબરે રમાશે
ભારત અને પાકિસ્તાન મેચ પહેલા 15મી ઓક્ટોમ્બરે એટલે કે પહેલા નોરતે રમાવાની હતી પરંતુ હવે સુત્રો પ્રમાણે નવરાત્રી પહેલા એટલે કે કે 14 ઓક્ટોબરે રમાશે. આ સિવાય પણ વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક અન્ય ફેરફારો પણ છે. આ તમામ ફેરફારોની જાહેરાત આજે (31 જુલાઈ) થઈ શકે છે.
જય શાહએ આપ્યું મોટું નિવેદન
ભારત અને પાકિસ્તાન મેચને લઈને BCCI ના સેક્રેટરી જય શાહનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે.જય શાહે કહ્યું હતું કે આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફારની અપેક્ષા છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે, 2-3 સભ્ય બોર્ડે વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે. ખાસ કરીને તે ભારત અને પાકિસ્તાનની મેચ માટે નથી.
India vs Pakistan is now set to be played on Saturday, October 14 in Ahmedabad. The new schedule is expected to be revealed today, as per Sports Tak. #CWC23
— Farid Khan (@_FaridKhan) July 31, 2023
દર્શકો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ,હોટલોના ભાડા થયા મોંઘા
ભારત અને પાકિસ્તાન મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. આગામી ઓકટોબરમાં રમાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનો શિડયુલ જાહેર થતાની સાથે જ અમદાવાદમાં હોટલ ભાડા આસમાને પહોંચી ગયા હતા.ફાઈવસ્ટાર હોટલના રૂમનો ભાવ 50000 થઈ ગયો છે. 15 ઓકટોબર જેવા દિવસોના વિમાની ભાડા પણ રેકોર્ડસ્તરે પહોંચવાની સંભાવના છે. ત્યારે માત્ર ભારત જ નહી. વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં રોમાંચ-ઉત્સાહ સર્જાયો છે.
ICCએ કરી હતી BCCIને વિચાર કરવાની ભલામણ
વર્લ્ડ કપ વચ્ચે નવરાત્રીનો તહેવાર પણ આવી રહ્યો છે.આ આવી સ્થિતિમાં BCCIને નવરાત્રિ તહેવારને કારણે તારીખ બદલવા માટે ભલામણ કરી હતી. એક સૂત્રએ કહ્યું હતું કે, એજન્સીઓએ અમને આ વિશે જણાવ્યું છે અને અમે ચર્ચા કરી રહ્યા છીએ, ટૂંક સમયમાં નિર્ણય લઈશું. નોંધનીય છે કે, વર્લ્ડ કપ દરમિયાન માત્ર નવરાત્રીનો તહેવાર જ નહીં પરંતુ દીપાવલી અને દશેરા જેવા તહેવારો પણ આવવાના છે. આવી સ્થિતિમાં BCCIને મેચ કરાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
આવું હોઇ શકે છે ભારતીય ટીમનું નવું શિડ્યુલ
- 8 ઑક્ટોબર વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ
- 11 ઑક્ટોબર વિરુદ્ધ અફઘાનિસ્તાન, દિલ્હી
- 14 ઑક્ટોબર વિરુદ્ધ પાકિસ્તાન, અમદાવાદ
- 19 ઑક્ટોબર વિરુદ્ધ બાંગ્લાદેશ, પૂણે
- 22 ઑક્ટોબર વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ,ધર્મશાલા
- 29 ઑક્ટોબર વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લખનૌ
- 2 નવેમ્બર વિરુદ્ધ નેધરલેન્ડ, મુંબઈ
- 5 નવેમ્બર વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કોલકાતા
- 11 નવેમ્બર નવેમ્બર વિ. શ્રીલંકા, બેંગલુર
આ પણ વાંચો : MLC : પોલાર્ડએ બ્રાવો પાસે લીધો બદલો,જુઓ વિડીયો