ગુજરાત

આરોગ્ય વિભાગના કડક વલણ સામે આખરે રેસિડેન્ટ ડોકટર ઝૂક્યા, 13 દિવસ બાદ હડતાળ સમેટી

Text To Speech

આરોગ્ય વિભાગના કડક વલણ સામે આખરે રેસિડેન્ટ ડોક્ટરો ઝૂક્યા છે. 13 દિવસથી ચાલેલી હડતાળ અંતે સમેટાઈ ગઈ છે. આજથી તમામ હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોએ ડ્યુટી પર જોડાવાની શરૂઆત કરી છે. આમ, 13 દિવસ બાદ આજથી ફરી કોવિડ, ઈમરજન્સી, વોર્ડ તેમજ OPD સેવાઓ પૂર્વરત થશે. સિનિયર રેસીડેન્સીને બોન્ડમાં સમાવવાની માગ પૂર્ણ ન થવા છતાં હડતાળિયા ડોક્ટરો તમામ ડ્યુટી પર જોડાવવા મજબૂર બન્યા હતા.

ગઈકાલે આરોગ્ય વિભાગના ઉચ્ચઅધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન તેમજ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ વચ્ચે મળેલી બેઠકમાં હડતાળિયા ડોક્ટરો હડતાળ યથાવત રાખે તો રેસિડેન્ટશિપ રદ કરી નાંખવાની ચીમકી આપી હતી. જો તબીબોની રેસિડેન્ટશિપ રદ કરવામાં આવે તો ડોક્ટરોએ બોન્ડની 40 લાખ રૂપિયાની રકમ ભરવી પડે. આવી સ્થિતિમાં તેમની પાસે હડતાળ સમેટી લેવા સિવાય બીજો કોઈ ઓપ્શન ન હતો.

મહત્વનું છે કે, સિનિયર રેસીડેનન્સી બોન્ડમાં સમાવવાની માગ સાથે રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા હતા. સરકારે માગ ન સ્વીકારતા અંતે તબીબોએ હડતાળ સમેટી છે. ગઈકાલે આરોગ્ય વિભાગના અધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સુપરિન્ટેન્ડન્ટ વચ્ચે બેઠક મળી હતી. જો તબીબો હડતાળ ચાલુ રાખશે તો તેમની રેસિડેન્ટશીપ રદ કરવાની ચીમકી અપાઈ હતી.. જો રેસિડેન્ટશિપ રદ થાય તો ડોક્ટરોએ બોન્ડની 40 લાખ રૂપિયાની રકમ ભરવાની રહે છે.

Back to top button