ગુજરાતટોપ ન્યૂઝ

આનંદો! ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો , 130 મીટરને પાર પહોંચી જળસપાટી

Text To Speech

રાજ્યમાં ચોમાસાની શરુઆતમાં સારો એવો વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યનના અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે, ત્યારે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સિઝનમાં પહેલી વાર જળસપાટી 130 મીટરને પાર પહોંચી ગઈ છે.

નર્મદા ડેમની જળસપાટી 130 મીટરને પાર પહોંચી

રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે,ત્યારે નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સિઝનમાં પહેલી વાર નર્મદા ડેમની જળસપાટી 130 મીટરને પાર પહોંચી ગઈ છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી 130.09 મીટર નોંધાઈ છે.

 આ પણ વાંચો : બિપરજોયમાં નુકસાનીનું સહાય ચુકવવા સરકારનો ઠરાવ, આ લોકોને પેકેજનો લાભ નહીં મળે

નર્મદા ડેમ-HUMDEKHENGENEWS

ડેમ સંપૂર્ણપણે જળથી ભરાવવામાં હજુ 8.65 મીટર બાકી

છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 16 સે.મી.નો વધારો થયો છે. ત્યારે હજુ પણ પાણીની સતત આવક શરૂ છે.સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે જળથી ભરાવવામાં હજુ 8.65 મીટર બાકી છે. નર્મદા ડેમમાં પાણીની સરેરાશ આવક – 54,572 ક્યૂસેક નોંધાઈ છે. સરદાર સરોવર માં 3220.મિલીયન ક્યુબીક મીટર પાણી સ્ટોરેજ થઈ ગયું છે.ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. અહીં વીજ મથકો સતત ચાલુ રહેતા રોજના એવરેજ 3 થી 4 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતના આ શહેરમાં થશે 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી, જાણો વધુ

Back to top button