બોસ સાથેના સંબંધો સારા નથી? તો અપનાવો આ ટિપ્સ
- દરેક ઓફિસમાં કેટલાક લોકો એવા જેને બોસ સાથે સારા સંબંધો હોતા નથી
- બોસ સાથેના સંબંધો સારા કરવા અપનાવી શકો છો ટિપ્સ
- બોસની ચમચાગિરી કરવાના બદલે તેમને કામથી ઇમ્પ્રેસ કરો
આજના સમયમાં મોટાભાગના લોકો નોકરિયાત હોય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમના બોસ સાથેના સારા રિલેશન હોય. જો બોસ અને એમ્પ્લોઇ વચ્ચેના સંબંધો યોગ્ય ન હોય તો તેને યોગ્ય રીતે ચલાવવાના પ્રયાસ કરવા જોઇએ. આ પ્રયાસ આમ તો બંને તરફથી થવા જોઇએ, પરંતુ ક્યાંક ને કયાંક દરેક વખતે એમ્પ્લોઇની ભુલ કાઢીને તેને ખોટો સાબિત કરવાની કોશિશ કરવામાં આવે છે. જો વારંવાર એવુ થાય તો કંપનીને નુકશાન થવાની સાથે સાથે માહોલ પણ ખરાબ થાય છે. આજે એવી કેટલીક ટિપ્સ જાણો જે અપનાવીને તમે બોસ સાથેના સંબંધોને સુધારી શકો છો.
જો બોસ સાથે સારા સંબંધ હશે તો તમે ઓફિસમાં શાંતિથી કામ કરી શકશો અને તમારા કામના પણ વખાણ થશે. બોસ તમારા પર ગુસ્સો કરતા હોય તો ઓફિસમાં તમારું રહેવું મુશ્કેલ થઇ જાય છે. અહીં તમારે જાણી લેવું કે ઓફિસમાં તમારા બોસ મેઇન વ્યક્તિ છે અને તમારું પ્રમોશન તેમના હાથમાં હોય છે. આ માટે તમારા બોસ કે સીનિયરને ખુશ કરવાની આવડત તમારામાં હોવી જોઇએ. આ માટે ચમચાગિરી કરવાના બદલે તમારા કામથી બોસને ઇમ્પ્રેસ કરો. એક સફળ કર્મચારી હોવા માટે તમારે મહેનત કરવાની જરૂર છે.
જો તમે ઓફિસમાં સારું કામ કરશો તો તમારા બોસ ખુશ રહેશે. વગર કોઈ મહેનતે તમે બોસની નજરમાં સારા રહેશો. ઓફિસમાં કોઈ મૂર્ખ અને કામચોર વ્યક્તિ સાથે દોસ્તી ન કરો. જો તમે એમ કરશો તો એનાથી તમારા બોસની નજરમાં તમારી ખોટી ઇમ્પ્રેશન પડશે. ઓફિસમાં કામ કરનારા અને ઇમાનદાર લોકો સાથે મિત્રતા કરો. ઓફિસમાં બીબાઢાળ વિચારસરણીથી અલગ વિચારવું જોઈએ. કામ કરતી વખતે હંમેશાં ધ્યાન રાખો કે તમે કંઈક હટકે કામ કરો.
ફોલો કરો આ ટિપ્સ
- બોસ ખોટા હોય અને તમારી સાથે અસહમત હોય તો તમે આરામથી તેમને વાત કરવાનો પ્રયાસ કરો
- બોસ સામે ઉગ્ર ન થાવ, તેમના સવાલોના શાંતિથી જવાબ આપો.
- કોઇ મુદ્દાના કારણે બંનેમાં શત્રુતાનો વ્યવહાર થાય તો ઇમાનદારી અને શાંતિથી તેને સોલ્વ કરો
- તમારા બોસમાં નેગેટિવ બાબતો છે, તો પોઝિટીવ પણ હશે, તેની પર ધ્યાન આપીને તેમની સાથે કામ કરવાનો પ્રયાસ કરો.
- ઓફિસમાં તમારા ઇમોશન્સ પર કાબુ રાખો
- જો તમારા બોસની હરકત લિમિટ બહાર હોય તો તમે એક બાઉન્ડ્રી લાઇન બનાવીને તેને ફોલો કરો.
- જો તમારા બોસ સાથેના સંબંધો અત્યંત ખરાબ થઇ ગયા હોય અને તેને સુધારવા મુશ્કેલ જ હોય તો તાત્કાલિક રાજીનામું આપી દો અને નવો રસ્તો શોધો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં BRTS-AMTSની ટિકિટ થશે એક, ભાડું પણ સરખુ