અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં BRTS-AMTSની ટિકિટ થશે એક, ભાડું પણ સરખુ

Text To Speech

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવો વિચાર મુકવામાં આવ્યો છે. જેમાં AMC હાલમાં એએમટીએસ અને બીઆરટીએસને ઈન્ટિગ્રેટ કરવાની વાત ચાલી રહી છે, જે લગભગ 1 વર્ષમાં થઈ જશે. જો તે વિચાર્યા મુજબ થશે તો અમદાવાદી એક જ ટિકિટમાં કોઈ પણ બસમાં ફરી શકશે.

કેવી રીતે એક જ ટિકિટમાં બન્ને બસોમાં મુસાફરી કરી શકાશે?

વાત કરવામાં આવે કે કેવી રીતે આ શક્ય છે, તો લોકોને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે અવારનવાર નવા પ્રયોગો કરવામાં આવે છે. ત્યારે હવે અમદાવાદમાં AMCએ દ્વારા પ્રજા લક્ષી એક નવો પ્રયોગ કરવા જઈ રહી છે. જેમાં AMCના જણાવ્યા મુજબ આગામી સમયમાં BRTS-AMTS બસોની મુસાફરી સરળ થાય તેવા પ્રયત્નો ચાલું કર્યા છે. જેમ કે બન્ને બસના મુસાફરો કોઈ પણ એકની ટિકિટ લીધી હોય તો પણ બીજી બસમાં મુસાફરી કરી શકશે. હવે સમય જતાં એવું નહી રહે કે BRTSમાં બેસવું હશે તો તેમની જ ટિકિટ લેવી પડશે, AMTS બસની ટિકિટ હશે તો પણ તમે BRTSમાં મુસાફરી કરી શકશો.

બન્નેની ટિકિટ એક કરવાથી શું ફાયદો?

સમય જતાં ટ્રાફિકની સમસ્યા વધતી જ જાય છે, આ જોતા ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પાડવા માટે કંઈકને કંઈક રસ્તાઓ કાઢવા પડશે. ત્યારે આ જોતા AMC દ્વારા વિચારણા મુકવામાં આવી છે. કે BRTS-AMTS બસની ટિકિટ એક કરીને લોકોની સુવિધામાં વધારો કરવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. જ્યારે બંન્નેની ટિકિટ એક જ હશે ત્યારે લોકોને કોઈ પણ જગ્યાએ જવું હશે તો એ કોઈ પણની ટિકિટ લઈને જઈ શકશે. પુરતી સુવિધાઓ તેમને મળવા લાગશે. આ ઉપરાંત વારંવાર ટિકિટ લેવાની મથામણ દુર થશે.

આ પણ વાંચો: ભાવનગર : મુસાફરોથી ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી, 10થી વધુ લોકો ઘાયલ

Back to top button