રાજ્યમાં મહેસૂલી ક્લાર્ક અને તલાટીની બઢતી મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં 1600થી વધુ મહેસુલી ક્લાર્ક અને તલાટીની બઢતી કરવામા આવી છે. મહેસૂલી ક્લાર્ક અને તલાટી સંવર્ગના 1600થી વધુ કર્મચારીઓને કારકુન, વર્ગ-૩ તથા મહેસૂલી તલાટી, વર્ગ-૩ માંથી નાયબ મામલતદાર, વર્ગ- ૩ સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે.
રાજ્યમાં 1600થી વધુ મહેસુલી ક્લાર્ક અને તલાટીની બઢતી
મહેસૂલ વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળની જિલ્લા કલેકટર કચેરીઓ ખાતે મહેસૂલી કારકુન, વર્ગ-૩ તથા મહેસૂલી તલાટી, વર્ગ-૩ માં ફરજ બજાવતા તાબાની મહેસૂલી સેવા સંવર્ગમાં ફરજ બજાવતા નીચેના પત્રકમાં દર્શાવેલ કર્મચારીઓને નાયબ મામલતદાર વર્ગ-૩ તાબાની મહેસૂલી સેવા સંવર્ગમાં બઢતી આપવાની બાબત વિચારણા હેઠળ હતી. આ વિચારણાના અંતે નીચેના પત્રકમાં દર્શાવ્યા મુજબના મહેસૂલી કારકુન વર્ગ-૩ તથા મહેસૂલી તલાટી વર્ગ-૩ના સંવર્ગમાં ફરજ બજાવતા નીચેના પત્રકમાં કોલમ નં.4 ના કર્મચારીઓને નાયબ મામલતદાર, વર્ગ-૩ તાબાની મહેસૂલી સેવા સંવર્ગમાં ઉલ્લેખ કરેલ જિલ્લામાં શરતોને આધિન તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી બની શકે છે ફરજિયાત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપ્યો સંકેત