ગુજરાત

ગુજરાત: સામાન્ય દિવસો કરતાં ચોમાસામાં મૃત્યુનું પ્રમાણ બમણું, જાણો કેમ

Text To Speech
  • ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે
  • એટેકવાળા કેસમાં સામાન્ય દિવસો કરતાં ચોમાસામાં મૃત્યુનું પ્રમાણ વધુ
  • વાહનો અને મિલોમાંથી નીકળતો ધૂમાડો નીચેના લેવલ પર રહી જાય છે

સામાન્ય દિવસો કરતાં ચોમાસામાં મૃત્યુનું પ્રમાણ બમણું થઇ જાય છે. જેમાં ચોમાસામાં અસ્થમા અને COPDના દર્દીઓમાં ફેફસાંના એટેકનું પ્રમાણ 40 ટકા વધી જાય છે. તેમજ શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓએ ખાસ કાળજી રાખવી જરૂરી છે. તથા એટેકવાળા કેસમાં સામાન્ય દિવસો કરતાં ચોમાસામાં મૃત્યુનું પ્રમાણ બમણું હોય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 161 તાલુકામાં મેઘમહેર, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

પીડિત દર્દીએ તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ

આ પરિસ્થિતિમાં પીડિત દર્દીએ તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ. અસ્થમા અને સીઓપીડી (ક્રોનિક ઓપ્સરક્ટીવ પલ્મનરી ડિસીઝ) અર્થાત કાળો દમ કેન્સર, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની જેમ નોન કોમ્યૂનિકેબલ (બિનચેપી) બીમારી છે. સામાન્ય દિવસોની તુલનામાં અસ્થમા અને સીઓપીડીના દર્દીઓને ચોમાસા દરમિયાન ખાસ કાળજી લેવા માટે તબીબો સલાહ આપે છે. ચોમાસા દરમિયાન ફુલ-પત્તી જેવી વનસ્પતિ સરળતાથી ઉગી નીકળે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે.

આ પણ વાંચો: ગુજરાતીઓ વરસાદની મજા માણવા માઉન્ટઆબુ જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો 

વાહનો અને મિલોમાંથી નીકળતો ધૂમાડો નીચેના લેવલ પર રહી જાય છે

વાહનો અને મિલોમાંથી નીકળતો ધૂમાડો નીચેના લેવલ પર રહી જાય છે. જેને લીધે અસ્થમા અને સીઓપીડીના દર્દીઓને એલર્જી અને બેક્ટેરીયાનું ઇન્ફેક્શન થતા ફેફ્સાના એટેકનું જોખમ વધે છે. તબીબોના કહેવા મુજબ, ચોમાસા દરમિયાન અસ્થમા અને સીઓપીડીના કુલ દર્દીના 30થી 40 ટકા કેસમાં ફેફ્સાના એટેકનું પ્રમાણ વધી જાય છે. વર્ષ 2019ના આંકડા પ્રમાણે વિશ્વમાં છઠ્ઠા નંબરનું મૃત્યુનું કારણ સીઓપીડી છે. સીઓપીડીના એટેકવાળા કેસમાં સામાન્ય દિવસોની તુલનામાં ચોમાસામાં મૃત્યુદર બમણો થઈ જાય છે. ફેફ્સાંનો એટેક અસ્થમાના કેસમાં ફેફ્સાની નળીની માસ પેશી સંકોચાઈ જાય છે. જ્યારે સીઓપીડીના કેસમાં ફેફ્સાની નળીમાં ઇન્ફેક્શનને લીધે અંદરથી સોજો આવે છે. જેને લીધે શ્વાસમાં લેવામાં તકલીફ થતા એટેકની શક્યતા વધી જાય છે.

Back to top button