નેશનલ ડેસ્કઃ ગઈકાલે શિવસેના દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મંત્રી સુભાષ દેસાઈએ બળવાખોર ધારાસભ્યોને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ‘જો બળવાખોર ધારાસભ્યો મુંબઈ એરપોર્ટ પર આવશે તો અડધા સેના ભવનમાં જશે અને બાકીના એરપોર્ટની બહાર નીકળી શકશે નહીં.
બળવાખોર ગ્રુપના નેતા એકનાથ શિંદેને સુભાષ દેસાઈએ અનેક ધમકીઓ આપી છે. શિવસેનાના બળવાખોર વિધાનસભ્ય એકનાથ શિંદેને જવાબ આપતા સુભાષ દેસાઈએ કહ્યું કે, ‘શિવસેનામાં એક ડાકુ છે, જો તે મહારાષ્ટ્રના કોઈ ખૂણામાં હોત તો મહારાષ્ટ્ર પોલીસ તેને ઢસળીને ખેંચી લાવતી. તેથી ડરથી ગુવાહાટીમાં બેસીને ધમકી આપી રહ્યો છે અને પરિવર્તનનું સ્વપ્ન જોઈ રહ્યો છે.’
આ ગ્રુપ જે દિવસે મુંબઈ આવશે, તેમાંથી અડધાથી વધુ શિવસેના ભવનમાં પ્રવેશ કરશે અને બાકીના લોકોને એરપોર્ટની બહાર જવા દેવામાં આવશે નહીં. એરપોર્ટને 72 કલાક કે તેથી વધુ સમય માટે કોર્ડન કરી દેવામાં આવશે.
સુભાષ દેસાઈએ કહ્યું – છત્રપતિ શિવાજી મહારાજ કી જય. એકનાથ શિંદે અને તેમના સાથીઓ મુંબઈ આવતા ડરશે નહીં તો તેઓ શું કરશે?