ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જામનગર: સપડા ડેમમાં ન્હાવા પડેલા પાંચ લોકો ડૂબ્યા, ચારના મોત

Text To Speech

જામનગર: રાજ્યમાં સિઝનના સારા વરસાદના કારણે દરેક નાના મોટા ડેમોના સ્તર ઉંચા આવી ગયા છે. એવામાં જામનગરથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. સપડા ડેમમાં સારા એવા પાણીની આવક થઈ હતી ત્યારે અનેક પરિવારો ત્યાં ફરવા માટે આવી રહ્યા છે. એવામાં આજે સપડા ડેમમાં એકજ પરિવારના 3 સહિત પાંચ લોકો ન્હાવા માટે ડેમમાં ઉતર્યા હતા જેમના ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું:

જામનગરથી સપડા ડેમએ ન્હાવા ગયા હતા જેઓ અચાનકથી તેમા ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એકજ પરિવારના 3 સહિત પાંચના મૃતદેહ મળી આવ્યા છે.

મળતી માહિતી મુજબ, જામનગરના સપડા ડેમમાં એકજ પરિવારના 3 સહિત પાંચ લોકો ન્હાવા ગયા હતા. જેઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા અને ડૂબી ગયા હતા. જે બાદ ત્યાં હાજર લોકોએ આ દશ્ય જોતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ સપડા ડેમ પહોંચી રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એકજ પરિવારના 3 સહિત 5એ મોતને ભેટ્યા હતા. મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે તેઓ પરિવાર સાથે જામનગર ફરવા આવ્યા હતા. સપડા ડેમ પહોંચતાં પાણી જોઈ આખો પરિવાર નાહ્વા માટે ડેમમાં ઉતર્યો હતો. ડેમમાં અંદર ઉતરી જતાં એક બીજાને બચાવવાની કોશીસ કરી હતી પરંતુ પાણી વધું હોવાથી પાંચે પાણીમાં તણાઈ ગયા હતા.

  • પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ થઈ છે જેમાં એકજ પરિવારના 3- માતા, પિતા, પુત્ર સહિત 5 લોકોના મોત થયા છે.

જેમાં મહેશભાઈ મંગે (42), લીલાબેન મંગે (40), સિદ્ધાર્થ મંગે (19) અને અનિતાબેન વિનોદ દામા (40) તથા રાહુલ વિનોદ દામા (17)ના મૃતદેહો હોવાની ઓળખ થઇ છે, જેના આધારે પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરવા અને પીએમ માટે મોકલવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: મળતી માહિતી પ્રમાણે સમાચાર અપડેટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બનાસકાંઠા: બનાસ નદીમાં પાણી આવતા કંબોઈ- ઉંબરી રોડ કરાયો બંધ

Back to top button