ગુજરાતટોપ ન્યૂઝ

જગન્નાથજીની 145મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, સુરક્ષાને લઈને પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરાયું

Text To Speech

કોરોનાના 2 વર્ષ બાદ ભક્તો સાથે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે જેને લઈને પોલીસ દ્વારા અગાઉની જેમ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કરાયું. રથયાત્રાના સમગ્ર રુટ પર 24000 પોલીસ જવાન તૈનાત રહેશે ત્યારે સુરક્ષા બંદોબસ્તના નિરીક્ષણ માટે તથા બંદોબસ્તની ચોક્સાઇ કરવા પોલીસ દ્વારા આજે રુટ પર રિહર્સલ યોજવામાં આવ્યું હતું, સાથે ભગવાનના મોસાળ ખાતે પણ મામેરાનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું જેમાં પોલીસ જ ભગવાનના મામા બની હતી અને જય રણછોડના નાદ સાથે મામેરું લઈને આવી હતી.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના બંદોબસ્તના તમામ અધિકારીઓએ સાથે મળીને જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળવાના સમયે રિહર્સલ શરૂ કર્યું હતું. 40 જેટલી પોલીસની ગાડીઓનો કાફલો જગન્નાથ મંદિરથી ભગવાનના મોસાળ સરસપુર ખાતે પહોંચ્યો હતો.સરસપુર ખાતે ભગવાનના મોસાળમાં પોલીસ કમિશનરે અધિકારીઓ સાથે ચર્ચા કરીને કહ્યું કે કોઈ સામાન્ય નાગરિકો બંદોબસ્તના કારણે હેરાન ન થાય તેનું ધ્યાન રાખજો.જે બાદ કાફલો રૂટના રસ્તે મંદિર જવા રવાના થયો હતો.

મોસાળ સરસપુર ખાતે પણ ભગવાન જગન્નાથજીના મામેરાનું રિહર્સલ યોજાયું હતું, જેમાં ભગવાનના ત્રણ રથ સરસપુર ચાર રસ્તા ખાતે આવતા મંદિરથી ભગવાનનું મામેરું આવ્યું હતું.આ મામેરામાં પોલીસ જ મામા બની હતી અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મામેરું લઈને આવી હતી.જે બાદ રથ મોસાળથી નીકળવા રવાના થયા હતા.


રથયાત્રામાં આ વખતે પહેલીવાર પેરામોટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરવામા આવનાર છે.

આ વખતે હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે.

તો સાથે જ પેરા મિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રાના બંદોબસ્તમાં ગોઠવાયા છે.

 

 

Back to top button