ટોપ ન્યૂઝનેશનલ

​​​​​​તમિલનાડુના કૃષ્ણાગિરીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 8ના મોત

Text To Speech
  • તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ
  • કૃષ્ણાગિરી જિલ્લામાં બની ઘટના
  • આસપાસના મકાનો અને દુકાનોને પણ ભારે નુકસાન

તામિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં આજે સવારે એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં આશરે 8 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના કારણે આસપાસના મકાનો અને દુકાનો પણ ઝપેટમાં આવી ગઈ હતી.આજુબાજુના ત્રણ મકાનો અને કેટલીક દુકાનો પણ નુકસાન થયું છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: પાલનપુર પાલિકાની સાધારણ સભામાં હોબાળો, કોંગ્રેસનો વોકઆઉટ

tamilnadi blast-humdekhengenews

અચાનક થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,તમિલનાડુના પઝાયાપેટ્ટઈ ખાતે ફટાકડાની ફેક્ટરીમાં સવારે 10 વાગ્યે વિસ્ફોટ થયો હતો.આ વિસ્ફોટ થયો ત્યારે બે મહિલા મજૂરો ફટાકડા બનાવવામાં વપરાતો ગનપાઉડર લઈ જઈ રહી હતી. તે સમયે ફેક્ટરીમાં 12-15 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. અચાનક થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે 8 લોકોના મોત નીપજ્યા છે. બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના કારણે આસપાસના મકાનો અને દુકાનો પણ ઝપેટમાં આવી ગઈ હતી.આજુબાજુના ત્રણ મકાનો અને કેટલીક દુકાનો પણ નુકસાન થયું છે. જોકે, ઘટના અંગે જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને અસરગ્રસ્તોને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ક્રિષ્નાગિરી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

અગાઉ પણ આગ લાગી હતી
મહત્વનું છે કે, 22 માર્ચે પણ તમિલનાડુના કાંચીપુરમમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનેક ફાયર એન્જિન આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ની પહેલા દિવસે જ નબળી શરુઆત

Back to top button