અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ઇતિહાસમાં પ્રથમ વખત એક અઠવાડિયાના ગાળામાં રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ તૈયાર કરાઈ,જાણો શું છે આ પ્રોજેક્ટ

  • ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ બ્રિજ પર CCTV લગાવવાની લોકમાંગ ઉઠી
  • મ્યુનિસિપલ કોર્પોરેશને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ તૈયાર કરાઈ
  • એસ.જી હાઈવેના ઇસ્કોન બ્રિજ સહિત તમામ બ્રિજ પર લગાવાશે કેમેરા

અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રીજ પર ઇતિહાસનો સૌથી ભયાનક અકસ્માત થયા બધા શહેરના બ્રિજ પર CCTV લગાવવાની લોકમાગણી ઊઠી હતી.પરિણામે તંત્ર દ્વારા શહેરના બ્રીજો પર સીસીટીવી લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત ફક્ત અઠવાડિયાના ટૂંકા ગાળામાં ઇસ્કોનબ્રિજ સહિતના બ્રિજને આવરી લેતી રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ તૈયાર કરાઈ હોઈ જે હેઠળ CCTV કેમેરા લગાવાશે.

તા.3ઓગસ્ટ સુધી ઓનલાઇન પ્રાઇઝ બિડ મોકલવાની રહેશે
પ્રાપ્ત વિગતો અનુસાર,મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા CCTVના સપ્લાય,ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ, કમિશનિંગ અને ઓપરેશન તેમજ મેન્ટેનન્સ માટેની રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ પ્રસિદ્ધ કરાઈ હોઈ તે હેઠળ આગામી તા.3ઓગસ્ટ સુધી ઓનલાઇન પ્રાઇઝ બિડ અને તા.4 ઓગસ્ટ સુધીમાં ફિઝિકલ બિડ મોકલવાની રહેશે. તા.4 ઓગસ્ટની સાંજે 5.30 વાગ્યે ફિઝિકલ બિડ ખોલાશે. આ માટે રૂ. 18000 બિડ પ્રોસેસિંગ ફી અને રૂ.20 લાખની બિડ સિક્યોરિટી ઈએમડી નક્કી કરાઈ છે.મહત્વનું છે કે,એસજી હાઈવેના ઇસ્કોનબ્રિજ ઉપરાંત તમામ બ્રિજ પર CCTV કેમેરા મુકાશે.શહેરના તમામ બ્રિજને CCTVથી આવરી લેનારા આ પ્રોજેક્ટ હેઠળ વધુ 318 CCTV કેમેરા લગાવાશે, આ માટે 16 અઠવાડિયાનો સમય તંત્ર દ્વારા અપાશે. પ્રત્યેક કેમેરામાં 30 દિવસનું સ્ટોરેજ રહેશે.

આ પણ વાંચો : બનાસકાંઠા: બનાસ નદીમાં પાણી આવતા કંબોઈ- ઉંબરી રોડ કરાયો બંધ

AHEMDABAD CCTV-HUMDEKHENGENEWS

ઇતિહાસમાં પહેલી વખત ફાસ્ટ ટ્રેકમાં આવીને આ પ્રકારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી
એસજી હાઈવેના બ્રિજ માટે તંત્ર દ્વારા અંદાજે 14 લોકેશન નક્કી કરાયાં હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવે છે. તેઓ વધુમાં કહે છે કે, ઇસ્કોનબ્રિજના મહાભયંકર અકસ્માત બાદ લોકલાગણીના પગલે તંત્રએ ઇતિહાસમાં પહેલી વખત ફાસ્ટ ટ્રેકમાં આવીને આ પ્રકારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે અને એક અઠવાડિયામાં નિર્ણય લેવાશે. તંત્ર દ્વારા શહેરના તમામ રિવરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ, અંડરપાસ મળીને કુલ 84 બ્રિજની યાદી તૈયાર કરાઈ છે, જે પૈકી કેટલાક રિવરબ્રિજ પર CCTV મુકાઈ ગયા છે અને અંડરપાસને પણ તંત્રની ચોમાસાની કામગીરી હેઠળ CCTVથી આવરી લેવાયા છે, એટલે આ 84 બ્રિજ પૈકી જે બ્રિજમાં CCTV નહીં મુકાયા હોય તેવા તમામ બ્રિજમાં CCTV મૂકીને ભારે ઝડપથી હંકારાતાં વાહનો પર ઝીણવટભરી નજર રાખી શકાશે તેમજ કમનસીબે જો કોઈ જીવલેણ અકસ્માત થાય તે વખતે આ CCTV કેમેરા તંત્રને વિગતોની માહિતી માટે મદદરૂપ બનશે.

કયા બ્રિજો પર કમેરા લગાવાશે
તંત્રની યાદી પર એક નજર નાખતાં તેમાં છેક 1875માં બનાવાયેલો કાલુપુર રેલવે ઓવરબ્રિજ, 1940માં નિર્માણ પામેલો સારંગપુર રેલવે ઓવરબ્રિજ અને અસારવા રેલવે ઓવરબ્રિજ, 1950માં બનાવાયેલો શાહીબાગ રેલવે અંડરબ્રિજ, 1690નો ખોખરા રેલવે ઓવરબ્રિજ, 1985નો બાબુ જગજીવનરામ રેલવે ઓવરબ્રિજ, 1990નો ચામુંડા રેલવે ઓવરબ્રિજ, 1994નો ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ, 1996નો કેડિલા રેલવે ઓવરબ્રિજ, 1998નો નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ, વર્ષ 2000નો ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ, 2001નો પ્રબોધ રાવલ બ્રિજ, 2006નો શ્રેયસ ઓવરબ્રિજ, 2008નો ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ, 2008નો શ્યામાપ્રસાદ મુખરજી રેલવે ઓવરબ્રિજ, 2008નો શિવરંજની ફ્લાય ઓવરબ્રિજ, 2009નો હેલ્મેટ સર્કલ ફ્લાય ઓવરબ્રિજ સહિતના બ્રિજનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : અરવલ્લી જિલ્લામાં મહોરમની ઉજવણી, મંત્રી ભિખુસિંહ પરમારએ તાજીયાના કર્યા દર્શન

Back to top button