- મહારાષ્ટ્રના બુલઢાણામાં મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ
- અકસ્માતમાં બે મહિલા સહિત 6 લોકોના મોત થયા
- મધરાત્રે સર્જાયેલ અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં વહેલી સવારે બે ખાનગી બસો સામ સામે અથડાતા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુર શહેર પાસે નેશનલ હાઈવે-6 પર આ અકસ્માત થયો હતો. જેમાં બે મહિલા સહિત 6 લોકોના મોત થયા હતા.
બુલઢાણામાં આજે વહેલી સવારે બે બસ વચ્ચે અથડામણમાં છ મુસાફરોના મોત, 21 ઘાયલ#maharashtranews #buldhana #Maharashtra #bus #accident #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/W4j9TdzrV7
— Hum Dekhenge News (@humdekhengenews) July 29, 2023
બસે ટ્રકને ઓવરટેક કરવાનો કર્યો પ્રયાસ
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શનિવારની મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ હતી.મધરાત્રે 2.30 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.જેમાં અત્યાર સુધી 6 લોકોના મોત જ્યારે 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં બે મહિલા સહિત 6 લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય 21 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.જેને લઈ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે,અકસ્માતનો ભોગ બનેલી બસમાંથી એક બસ અમરનાથ યાત્રા બાદ હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી ખાનગી બસ નાસિક તરફ જઈ રહી હતી. બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી બીજી બસ આવીને અથડાઈ હતી.જ્યારે સ્થાનિક અધિકારીએ જણાવ્યું છે કે, બે મહિલાઓ સહિત 6લોકોના મોત થયા છે અને 21 લોકો ઘાયલ થયા છે. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. અકસ્માતને કારણે થોડા સમય માટે રોડ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
આ પણ વાંચો : ઝારખંડના બોકારોમાં તાજિયાના જુલૂસ વચ્ચે મોટી દુર્ઘટના, હાઇ વૉલ્ટેજ તાર પકડમાં આવી જતા 4ના મોત, 9 લોકો ગંભીર
આ પણ વાંચો : રાજ્યમાં 31 કોચિંગ ક્લાસીસ ઉપર GST વિભાગે બોલાવી તવાઈ, આટલા બેનામી વ્યવહારો ઝડપાયા