ટોપ ન્યૂઝધર્મ

આજનું રાશિફળ: કર્ક રાશિના જાતકોને હતાશા રહેશે, કન્યા રાશિના જાતકોને સફળતા મળશે

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- ૨૮ જૂન ૨૦૨૨, વાર :- મંગળવાર

તિથિ :- જેઠ વદ અમાસ

રાશી :- મિથુન 

નક્ષત્ર :- મૃગશીર્ષ 

યોગ :- ગંડ 

કરણ :- ચતુષ્પદ 

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- આજે વ્યાપાર ધંધા અર્થે બહાર જવાનું થઈ શકે છે. તમારે બોલવા ચાલવા માં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સીધી અને સ્પષ્ટ વાત કરવી. મકાન મિલ્કત ના વેચાણનું કાર્ય આજે આગળ વધી શકે છે. ભાઇ-બહેનનો સાથ લાભ અપાવે.

વૃષભ :- આજે તમે તમારી હકારાત્મકતાનો ખુબ સરસ ઉપયોગ કરશો. આજે નાણાકીય લાભ સારો થઈ શકે છે. મહત્વનો નિર્ણય માં તમારી માતાના આશીર્વાદ લેવા તમારા માટે હિતાવહ રહેશે. પરિવારજનો તરફથી કોઈ સારા સમાચાર મળે.

મિથુન :- આજે ઘર-પરિવારની ચિંતા થોડી વધારે રહે. પણ એમનો સાથ બન્યો રહે. તમારે બધું કાર્ય એકલા એ જ કરવું પડે છે એવું લાગે. તમારું હકારાત્મક વલણ તમને પોઝિટિવ રાખી શકે છે. તમે તમારા પોતાના ઉપર ખર્ચ કરી શકો છો.

કર્ક :- હતાશાનું પ્રમાણ આજે વધારે રહે. એકલતાનો અનુભવ વધારે થાય. કોઈપણ કાર્ય પાર નથી પડી રહ્યું એવું લાગી શકે છે. નિર્ણય લેવામાં દુવિધા રહે. આજે કોઈ સારું સંગીત સાંભળવું તમારા માટે લાભકારી રહેશે. વાંસળીના અવાજ પર ધ્યાન કરવું.

સિંહ :- લાંબા સમયની મનની ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. આજે તમે તમારા મિત્રો સાથે પાર્ટી કરી શકો છો. આજે તમે તમારા બિઝનેસ ને વૈશ્વિક લેવલ સુધી લઈ જવાનું વિચારી શકો છો. આજે બિઝનેસ વધારવા માટે રોકાણ પણ કરી શકો છો.

કન્યા :- આજે કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા મળે. આજે તમારા સહ કર્મચારીઓનો સહકાર પણ પૂરો મળે. પણ કાર્યભાર આજે વધી શકે છે. સારી બિઝનેસ ડીલ પણ થઈ શકે છે. તમે તમારા ઘરને પરિવારને પૂરતો સમય ન આપી શકો. 

તુલા :- આજે તનાવપૂર્ણ સ્થિતિમાંથી તમે બહાર આવી શકશો. તમને સતાવતી સમસ્યાનો સારો ઉકેલ મળશે. તમારી ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા તમને સારો રસ્તો બતાવી શકે છે. તમે તમારા વ્યાપારના વિકાસ માટેની કોઈ યોજના બનાવી શકો છો.

વૃશ્ચિક :- આજે તમને તમારા સંતાનોની ચિંતા વધારે રહે. પણ સાથે સાથે તમારે તમારા પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાની પણ જરૂર છે. સાસરા પક્ષની વ્યક્તિઓના કારણે મનદુ:ખ થાય. આજે શેર માર્કેટમાં મોટું રોકાણ કરવું નહીં. નુકસાન થઈ શકે છે.

ધનુ :- તમારા જીવનસાથીના સાથ-સહકારથી તમે સફળતાપૂર્વક કાર્ય આગળ વધારી શકો છો. થોડુંક ઝૂકી જવું તમને વ્યવસાયિક તેમજ લગ્ન જીવન બંનેમાં સુખ શાંતિ આપી શકે છે. જરૂર હોય ત્યાં બોલવું પણ તમારા માટે જરુરી છે.

મકર :- આજે તમને બીજાની મદદ ઓછી મળે. તમારે મદદ કરવી પડે. તમારે આજે તમારા ઉગ્ર સ્વભાવ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. નહીં તો થઈ ગયેલ બીઝનેસ ડિલ અટકી શકે છે. લગ્નની આગળ વધેલી વાત અટકી શકે છે.

કુંભ :- આજે તમારો મૂડ હલકો ફૂલકો રહે. તમે આજે દરેક વસ્તુને હળવાશથી લેશો. અને આવો મૂડ તમારી રચનાત્મકતા માં વધારો કરે. તમારા સંતાન તમને કોઈ સારા સમાચાર આપી શકે છે. તમારા પોતાના આરોગ્ય માં પણ સુધારો થાય.

મીન :- આજે તમે કંઈ નવું શીખવાની શરૂઆત કરી શકો છો. તમે તમારા સંતાનના અભ્યાસમાં રુચિ લેશો. વિદ્યાર્થીઓ માટે ઘણો સારો દિવસ છે. મકાન મિલ્કત સંબંધી વાતો આજે આગળ વધી શકે છે. બધું થવા છતાં પણ મનમાં ઉદાસીનતા રહે છે.

 

Back to top button