ઓગસ્ટમાં દુર્લભ વાસી રાજયોગઃ સુર્ય કૃપાથી માલામાલ થશે આ રાશિઓ
- વાસી રાજયોગ શાસ્ત્રોમાં ઉત્તમ ફળ આપનારો મનાય છે
- સુર્ય કર્કમાંથી સિંહમાં પ્રવેશશે અને બુધ સિંહ રાશિમાં વિરાજમાન હશે
- કેટલીક રાશિઓ માટે ઓગસ્ટ માસ ઉત્તમ લાભ આપનારો રહેશે
વાસી રાજયોગને જ્યોતિષ શાસ્ત્રમાં ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. ઓગસ્ટ મહિનામાં વાસી રાજયોગ બનવા જઇ રહ્યો છે. સુર્ય હાલમાં કર્ક રાશિમાં વિરાજમાન છે, જ્યારે 16 ઓગસ્ટે સુર્ય કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે બુધ સિંહ રાશિમાં હશે. સુર્યના સિંહ રાશિમાં હોવા પર ચંદ્રમા કર્ક રાશિમાં હશે અને શુક્ર સુર્યથી 12માં ઘરમાં હશે. તેથી આ શુભ ફળદાયી વાસી રાજયોગ બનશે. સાથે સુર્યના સિંહ રાશિમાં ગોચરના સમયે ચંદ્રમા અને મંગળનો પણ સંયોગ બનશે. આ કારણે ચંદ્ર યોગ બનશે. આવા સંજોગોમાં ઓગસ્ટ મહિનો પાંચ રાશિઓના લોકો માટે ખૂબ શુભ ફળ આપનાર રહેશે. આ દરમિયાન આ રાશિના જાતકોને ધન લાભની સાથે સાથે કરિયરમાં પણ સફળતા મળશે.
મેષ રાશિ
વાસી રાજયોગ બનવાથી મેષ રાશિના જાતકોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. આ સમયગાળામાં શિક્ષણના ક્ષેત્રમાં લાભ મળવાના યોગ છે. આ દરમિયાન તમારો વિદેશ યાત્રાનો યોગ પણ બની રહ્યો છે. આ દરમિયાન તમે ધર્મ કર્મના કાર્યોમાં વધુ રહેશો. તીર્થયાત્રાના પણ યોગ છે. જે લોકો ટેકનોલોજી સાથે જોડાયેલા છે તેમના માટે ઉત્તમ સમય છે.
સિંહ રાશિ
વાસી રાજયોગથી સિંહ રાશિના લોકોમાં એક અલગ આત્મવિશ્વાસ જોવા મળશે. આ સાથે આ દરમિયાન તમારુ વ્યક્તિત્વ સારુ રહેશે. તમારી અંદર એક અલગ જ સુધારો જોવા મળશે. આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારી આવક વધશે અને પારિવારિક જીવનમાં ઉન્નતિ થશે.
તુલા રાશિ
વાસી રાજયોગ બનવાથી તુલા રાશિના જાતકોને ધન લાભના યોગ બની રહ્યા છે. તમારી લાંબા સમયથી જે ચાહત હતી તે પુરી થશે. જે લોકોને સરકારી ક્ષેત્રો સંબંધિત કામ છે તે પુરા થશે. આ દરમિયાન તમને મિત્રો તરફથી ધન લાભના યોગ છે. કાર્યક્ષેત્રમાં માન સન્માન મળશે. ધનની બાબતમાં વાસી રાજયોગ તમને લાભ અપાવશે. આ દરમિયાન તમને એકથી વધુ સ્ત્રોતમાંથી ધનલાભ મળશે.
વૃશ્વિક રાશિ
વાસી રાજયોગના પ્રભાવથી વૃશ્વિક રાશિવાળા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળશે. વાસી રાજયોગ તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં સફળતા લઇને આવશે. તમારી કરિયરમાં પ્રગતિ થશે. તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે. આ દરમિાન કેટલાક લોકોને પૈતૃક સંપતિથી પણ લાભ મળશે. જીવનમાં ખુશીઓ આવશે. ધનમાં વૃદ્ધિના નવા અને સારા અવસર મળશે.
ધન રાશિ
વાસી રાજયોગ બનવાથી ધન રાશિના જાતકોને સારો એવો લાભ મળશે. આ અવધિમાં તમે જે પણ પ્રયાસ કરશો તે સફળ રહેશે. તમે એક પછી એક મીલનો પત્થર મેળવ્યાની ખુશીનો આનંદ મેળવશો. આ દરમિયાન તમે કોઇ રોમાંચક યાત્રા પર જઇ શકો છો. આ દરમિયાન તમે ભાગ્યશાળી રહેવાના છો. તમે એક પછી એક ઘણા લાભ મળશે. તમારુ સ્વાસ્થ્ય પહેલાની તુલનામાં સારુ રહેશે.
આ પણ વાંચોઃ જાણો : આંખ આવે ત્યારે શું કરવું?