ટોપ ન્યૂઝવર્લ્ડ

જોર્ડનના એક્વાબા શહેરમાં ગેસ લીક ​​થવાથી 10ના મોત, 250થી વધુ બીમાર

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ જોર્ડનના દક્ષિણ બંદર શહેર એક્વાબામાં સોમવારે ઝેરી ગેસ લીક ​​થવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. ત્યારે ગેસના કારણે 250થી વધુ લોકો બીમાર પડ્યા હતા. સરકારી જોર્ડન ટીવી અનુસાર જાહેર સુરક્ષા નિર્દેશાલયે જણાવ્યું હતું કે, ગેસ ટાંકીના પરિવહન દરમિયાન લીક થયું હતું. ટેન્કરમાં કયા પ્રકારનો માલ રાખવામાં આવ્યો હતો તે જાણી શકાયું નથી.

ડિરેક્ટોરેટે કહ્યું કે, ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા બાદ વહીવટીતંત્રે વિસ્તારને સીલ કરી દીધો છે. લીકની તપાસ માટે નિષ્ણાતોને મોકલવામાં આવ્યા છે. આ મામલાની માહિતી આપતાં પબ્લિક સિક્યુરિટી ડિરેક્ટરે કહ્યું કે, વહીવટીતંત્રે આ વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી દીધો છે. આ સાથે જ ઘટનાસ્થળેથી લોકોને બહાર કાઢવા અને અસરગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.

પરિસ્થિતિને જોતા નિષ્ણાતોની ટીમને સ્થળ પર રવાના કરવામાં આવી છે. ડિરેક્ટરે કહ્યું કે 10 લોકોના મોત થયા છે, જ્યારે 251 લોકો ઘાયલ થયા છે. ત્યારે એક સ્થાનિક ટીવી ચેનલે કહ્યું કે, 199 લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરી છે. આ સાથે તેમને તેમના ઘરની બારી અને દરવાજા બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.

Back to top button