ગુજરાતટોપ ન્યૂઝ

સુરતમાં કાયદાનું ભાન કરાવતી પોલીસ જ ભૂલી કાયદો,પોલીસકર્મીનો વર્દીમાં છુટા હાથે બુલેટ ચલાવતો વિડીયો વાયરલ

Text To Speech
  • સુરતમાં કાયદાનું ભાન કરાવતી પોલીસ જ કાયદો ભૂલી
  • પોલીસકર્મી જ વર્દીમાં છુટા હાથે બેફામ ચલાવી રહ્યો છે બુલેટ બાઇક
  • છુટા હાથે બેફામ બુલેટ ચલાવતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં લાઈ્ક્સ અને ફોલોઅર્સની લાલચમાં કેટલાક સ્ટંટબાજ નબીરાઓ પોતાના અને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે. જેમાં કેટલાક લોકોના ખુલ્લા હાથે વાહન હંકારતા હોવાના વિડીયો પણ અવારનવાર સામે આવતા હોય છે. રિલ્સની ઘેલછામાં પોતાનો અને લોકોનો જીવ જોખમમાં મૂકી સ્ટંટ કરતા ઘણીવાર લોકો અકસ્માતોનો પણ ભોગ બનતા હોય છે. આવા લોકોને પકડી પોલીસ કાયદાનું ભાન કરાવતી હોય છે. પરંતુ,કાયદાનું ભાન કરાવનાર પોલીસ જ આવા સ્ટંટ કરતા જોવા મળે તો? સુરતમાં આવા જ એક પોલીસનો વિડીયો સામે આવ્યો છે. જેમાં કાયદાનું ભાન કરાવવાને બદલે પોલીસકર્મી જ કાયદો તોડતો જોવા મળી રહ્યો છે.

કાયદાનું ભાન કરાવનાર પોલીસ જ સભાન 

પ્રાપ્ત વિગતો અનુસાર,સુરતમાં કાયદાનું ભાન કરવાતી પોલીસ જ કાયદા પ્રત્યે સભાન  હોય તેવો વીડિયો સામે આવ્યો છે. પોલીસકર્મી જ વર્દીમાં છૂટા હાથે બેફામ બુલેટ બાઇક ચલાવતાનો વીડિયો સામે આવ્યો છે. છૂટા હાથે બેફામ બુલેટ ચલાવતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થતાં લોકો આ પોલીસ કર્મી પ્રત્યે કાર્યવાહી કરવા પણ જણાવી રહ્યાં છે. સ્ટંટબાજ પોલીસ કર્મીનો વીડિયો સુરતના અઠવા વિસ્તારનો હોવાની ચર્ચા છે. જે વીડિયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે સ્ટંટબાજો પર જો કાર્યવાહી કરવામાં આવે તો પોલીસકર્મી પર કાર્યવાહી કરવામાં આવશે કે નહિ તે વાત પર હાલ સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો : ‘ગાડી તો ઠોકાય હવે, બહુ ટેન્શન નહીં લેવાનું’..પ્રજ્ઞેશ પટેલના આ શબ્દો સાંભળી તમારું પણ લોહી ઉકળી જશે

Back to top button