ગુજરાતમધ્ય ગુજરાત

માતર તાલુકાની મહિલાઓએ એવું કામ કર્યું કે બધાં કરે છે વાહ વાહી! વાંચી પુરુષો પણ શરમાશે, જાણો મહિલાઓની કહાની!

કોઈપણ પરિવારની સુખાકારીમાં મહિલાઓનું યોગદાન અમૂલ્ય હોય છે. મહિલાઓ વિવધ પ્રકારની જવાબદારીઓનું કાળજીપૂર્વક વહન કરી પરિવારના તમામ સભ્યોને સતત પ્રગતિશીલ બનાવવામાં કાર્યરત હોય છે.આજની મહિલા પોતાની તથા પરિવારની સર્વાંગી વુધ્ધિ માટે આર્થિક સહાય કરવામાં પણ આગે કદમ કરી રહી છે. જેથી પરિવારના ખર્ચના બોજા હેઠળ કોઈ એક જ વ્યક્તિ દબાઈ ના જાય. અને એટલે જ રાજ્યની મહિલાઓ પોતાના રસ અને આવડત પ્રમાણે નાનો મોટો વ્યવસાય ચાલુ કરી શકે એ હેતુથી ગુજરાત સરકારની મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત તેમને જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

મહિલા સ્વાવલંબન યોજના થકી લોન મેળી વ્યવસાય કર્યો શરુ

ખેડા જિલ્લામાં મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત આત્મનિર્ભર બનેલી માતર તાલુકાના ભલાડા ગામની બે મહિલાઓની. આ મહિલાઓ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત લોન સહાય મેળવીને પોતાનો મનપસંદ વ્યવસાય ચાલુ કર્યો અને આજે ઘરકામ કરતા કરતા પણ આર્થિક આવક મેળવીને પરિવારને સશક્ત બનાવવાની દિશામાં કાર્યરત છે. માતરના ભલાડા ગામના ૨૫ વર્ષીય અંજલીબેન અજયકુમાર સોલંકીએ અને 35વર્ષીય ભાવનાબેન સંજયભાઈ વાણંદે મહિલા સ્વાવલંબન યોજના થકી અનુક્રમે રૂ. 50,000અને રૂ. 1,80,000 લોન મેળવીને પોતાનો સિવણકામ અને દુકાનદારીનો મનપસંદ વ્યવસાય ચાલુ કર્યો છે.

ખેડા મહિલાઓ-humdekhengenews

અંજલીબેન સિવણ કામ કરી મહિને  રૂ. 5000 કમાય છે

અંજલીબેનને નાનપણથી જ સિવણનો ખૂબ જ શોખ હતો. નવરાશના સમયે કંઈક કામકાજ કરી પોતાના પરિવારને આર્થિક મદદ કરવાની પ્રબળ ઇચ્છાશક્તિને કારણે આજે તેઓ દર મહિને સીલાઈકામ દ્વારા રૂ. 5000 કમાય છે. તેઓ જણાવે છે કે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત તેમને 50,000 હજારની સહાય મળી જેનાથી તેઓ પોતાનું સીવણ મશીન વસાવી શક્યા છે. ઘરે બેઠા જ સિલાઈકામ કરી પરિવારમાં નિયમિત આર્થિક ફાળો આપતા અંજલીબેનમાં આત્મવિશ્વાસનો નવો સંચાર થયો છે.

આ પણ વાંચો : નર્મદા : MLA ચૈતર વસાવાએ મનરેગાના કામોમાં કરોડોના ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

ભાવનાબેન નાની મોટી ચીજ વસ્તુઓના વેચાણ કરી  માસિક 10,000 રૂપિયા જેટલો નફો મેળવે છે

એવી જ રીતે ભાલડના 35વર્ષીય ભાવનાબેન સંજયભાઈ વાણંદે પોતાને મળેલી રૂ. 1,80,000ની સહાયમાંથી નાની દુકાન ચાલુ કરી છે. જેમાં તેઓ નાની મોટી ચીજ વસ્તુઓના વેચાણ દ્વારા માસિક 10,000 રૂપિયા જેટલો નફો મેળવે છે. પરિવારને આર્થિક જરૂરિયાતમાં મદદરૂપ બનનાર ભાવનાબેન આજે એક ઉદ્યોગ સાહસિક તરીકે ગામની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

ખેડા મહિલાઓ-humdekhengenews

ખેડા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી હીનાબેન ચૌધરી આપી માહિતી

મહિલા સ્વાવલંબન યોજના વિશે વાત કરતા ખેડા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી હીનાબેન ચૌધરી જણાવે છે કેગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળકો માટે ચાલતી મહિલા સ્વાવલંબન યોજનાનો હેતુ ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબોની જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગાર માટે બેંક લોન આપી આર્થિક રીતે પગભર બનાવવાનો છે. તેઓ ઉમેરે છે કે સીવણ, કરીયાણું, કપડાની દુકાન જેવા વિવિધ રોજગારલક્ષી કૌશલ્યની તાલીમ મેળવી સ્વરોજગાર થકી પોતાનો વ્યવસાય ઉભો કરવાની ઈચ્છા ધરાવનાર બહેનો જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીનો સંપર્ક કરી શકે છે. મહિલા સ્વાવલંબન યોજના હેઠળ રૂ. 2 લાખની લોન આપવામાં આવે છે. જેમાં જે તે પ્રોજેકટ કોસ્ટ એટલે કે વ્યવસાય ઉભો કરવાનો ખર્ચ રૂ. ૨ લાખ સુધી હોય તો ૩૦% અને ૨ લાખથી ઓછો હોય તો ૧૫% સબસીડી આપવામાં આવતી હોય છે.

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અક્સમાત: તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હજી જેલમાં જ રહેવું પડશે, જાણો કારણ 

Back to top button