સિંગાપોરમાં 20 વર્ષમાં પહેલીવાર મહિલાને ફાંસી આપવામાં આવી, જાણો કેમ?
- 20 વર્ષમાં પહેલી વાર મહિલાને ફાંસીની સજા.
- ડ્રગ્સની હેરાફેરીમાં પકડાઈ હતી મહિલા.
- સિંગાપોર સરકારના ડ્રગ્સ સામે ખૂબજ કડક કાયદા
સિંગાપોરમાં શુક્રવારે એક મહિલાને ફાંસી આપવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષમાં પહેલીવાર કોઈ મહિલાને ત્યાં ફાંસી આપવામાં આવી છે. આ પહેલા સિંગાપોરમાં કોઈ મહિલાને ફાંસીની સજા આપવામાં આવી ન હતી. સિંગાપોર સરકાર ડ્રગ્સ સામે ખૂબજ કડક કાયદા કરેલા છે.
સિંગાપોરમાં કેમ મહિલાને ફાંસીની સજા આપવામાં આવી?
સિંગાપોરની સરકારની જો વાત કરવામાં આવે તો ત્યાં જે ડ્રગ્સને લઈને કાયદા છે, જે ખૂબજ કડક રીતે તેનું પાલન કરવામાં આવે છે. એવામાં જ સરીદેવી જમાની નામની આ મહિલાને 2018માં 30 ગ્રામ હેરોઈનની હેરાફેરીમાં દોષી ઠેરવવામાં આવી હતી. 45 વર્ષની આ મહિલા સિંગાપોરની નાગરિક હતી. તે આ અઠવાડિયે સિંગાપોરમાં ડ્રગ હેરફેર માટે દોષિત ઠરેલી બીજી વ્યક્તિ હતી. ત્રણ જ દિવસમાં આ બીજી વખત સિંગાપોરમાં ડ્રગ્સની હેરાફેરી માટે કોઈ વ્યક્તિને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
સિંગાપોરમાં ટ્રગ્સના મામલે અત્યાર સુધી 15 લોકોને ફાસીની સજા કરવામાં આવી છે:
આ પહેલા સિંગાપોરના રહેવાસી મોહમ્મદ અઝીઝ બિલ હુસૈનને ફાંસી આપવામાં આવી છે. અઝીઝ પર 50 ગ્રામ હેરોઈનની હેરાફેરીનો આરોપ હતો. માર્ચ 2022 થી, સિંગાપોરમાં 15 લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે.
સિંગાપોરમાં ડ્રગ્સ સામે ખૂબ જ કડક કાયદા છે. દેશમાં 500 ગ્રામ ભાંગ, ગાંજો હોય કે પછી 15 ગ્રામ હેરોઈન સાથે પકડાય તો પણ સિંગાપોરમાં મૃત્યુદંડની જોગવાઈ છે.
આ પણ વાંચો: મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવો પૈકી ચાર ઓવરફ્લો,જૂઓ આ નયનરમ્ય નજારો