- મોડક સાગર તળાવ ઓવરફ્લો
- થાણે અને પાલઘરમાં શેરીઓમાં પાણી ભરાવાથી શાળાઓ બંધ
- હવામાન વિભાગની આગાહી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જારી
દેશના આર્થિક પાટનગર મુંબઈમાં પણ ધમાકેદાર વરસાદ થતા અનેક પરા વિસ્તારોમાં જળબંબાકારની હાલત થઈ છે.થાણે,રાયગઢ,રત્નાગીરી અને પુણે સહિત અન્ય પ્રદેશોમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે દરમિયાન,પાલઘરમાં તમામ શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.થાણે જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
સાત પૈકી ચાર તળાવ ઓવરફ્લો
મહત્વનું છે કે, મુંબઈમાં લોકોને કુલ સાત તળાવોમાંથી પાણી પુરું પાડવામાં આવે છે.જેમાંથી ચાર તળાવો હાલ ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને પગલે મુંબઈના સાત તળાવોમાં પાણીનો જથ્થો 61.58% હતો.અપર વૈતરણામાં ઉપયોગી પાણી 42.78% છે.જ્યારે મધ્ય વૈતરણામાં તે 79.70% છે. ભાતસામાં પાણીનું સ્તર 59.22% છે. જે અંગેની માહિતીબૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને અપડેટેડ વીડિયો સાથે ટ્વિટ કર્યું છે.
મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવો પૈકી ચાર ઓવરફ્લો,જૂઓ આ નયનરમ્ય નજારો#Mumbai #mumbainews #maharashtranews #lake #Overflow #news #NewsUpdate #Gujarat #Gujaratinews #humdekhengenews pic.twitter.com/dFWRSzZbSk
— Hum Dekhenge News (@humdekhengenews) July 28, 2023
મોડક સાગર તળાવ ઓવરફ્લો
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ગઈકાલે રાત્રે ઓવરફ્લો થઈ ગયો છે. મોડક સાગરે થાણે જિલ્લામાં વૈતરણા નદી પર સ્થિત એક તળાવ છે. તે 163.15 મીટરનું ઓવરફ્લો લેવલ ધરાવે છે.જે મુંબઈ શહેરને પાણી પૂરું પાડતા તળાવોમાં બીજા નંબરનું સૌથી મોટું તળાવ બને છે.
આ પણ વાંચો : જ્ઞાનવાપી મસ્દિજ ASI સર્વે પર સમાજવાદી નેતાએ કહ્યું; “લાગ્યા ને હવે તમને મરચા”
મુંબઈમાં ભારે વરસાદ યથાવત
મુંબઈને તેનો પાણી પુરવઠો અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વેહાર અને તુલસીના સાત તળાવોમાંથી મળે છે. ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના થાણેના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહારાષ્ટ્રના નાંદેડના કેટલાક ભાગોમાં અવિરત વરસાદને કારણે પાણી ભરાઈ જવાના કારણે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડે છે.
ભારે વરસાદને પગલે ટ્રેનો મોડી પડી
મુંબઈમાં જુલાઈનો વરસાદ રેકોર્ડ તુટયો હોય તેમ અત્યાર સુધીમાં 1500 મીમીથી વધુ પાણી વરસી ગયુ છે ભારે વરસાદને કારણે અનેક ભાગોમાં પાણી ભરાયા હતા રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા લોકલ સહીતની ટ્રેનો મોડી થઈ હતી. હવામાન વિભાગે આજ માટે પણ વરસાદી એલર્ટ જાહેર કર્યું હતું. દહીંસર, મીરારોડ, કુર્લા, સાયન અંધેરી સહીતનાં ભાગો જળબંબાકાર બન્યા હતા માર્ગો પર પાણીની વાહન વ્યવહાર અટકાવાયો હતો બંગાળની ખાડીનાં લો-પ્રેસર તથા ટ્રફ સર્જાતા ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ ઉપરાંત થાણેમાં પણ ભારે વરસાદથી શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. રાયગઢ-રત્નાગીરીમાં ભારે વરસાદનું રેડએલર્ટ જાહેર કરાયું છે.
આ પણ વાંચો : રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકશે મેઘો