ગુજરાત

ગુજરાત: ચેક રિટર્ન કેસમાં વ્યક્તિને એક વર્ષની કેદની સજા થઇ

  • રૂપિયા 2.40 લાખ હાથ ઉછીના થોડા સમય માટે આપ્યા હતા
  • 60 દિવસમાં નાણાં પરત કરવાનો હુકમ કરતા ચકચાર મચી
  • ચેક રિટર્ન કેસમાં રાજપારડીના ઈસમને સજા થઇ

ચેક રિટર્ન કેસમાં રાજપારડીના ઈસમને એક વર્ષની કેદની સજા થઇ છે. ઉછીના રૂપિયા 2.40 લાખની રકમ પરત નહીં કરતા કેસ કર્યો હતો. જેમાં આરોપીને 60 દિવસમાં નાણાં પરત કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. તેમાં ચેક બેંકમાં જમા કરાવતા વિના સ્વીકારે પરત ર્ફ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઈટિસના સતત વધતા કેસે ચિંતા વધારી 

60 દિવસમાં નાણાં પરત કરવાનો હુકમ કરતા ચકચાર મચી

ઝઘડિયા તાલુકાના રાજપારડીના ટ્રાન્સપોર્ટનો વેપાર કરતા યોગેશ મોદીએ ગામના જ ઇલ્યાસ શેખને હાથ ઉછીના 2.40 લાખ આપ્યા હતા. સમયસર સદર નાણાં પરત નહીં કરતા ફરીયાદી દ્વારા ઝઘડિયા કોર્ટમાં ન્યાય માટે માંગણી કરાય હતી. એડવોકેટ રોહિત શાહ દ્વારા કેસ ચલાવતા આખરે ચેક રીટર્ન કેસમાં આરોપીને કોર્ટ દ્વારા એક વર્ષની સજા ફ્ટકારી 60 દિવસમાં નાણાં પરત કરવાનો હુકમ કરતા ચકચાર મચી છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મતદાર યાદીની સંબંધિત વિગતોમાં ચેડા કરનારો પકડાયો 

રૂપિયા 2.40 લાખ હાથ ઉછીના થોડા સમય માટે આપ્યા હતા

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા યોગેશભાઈ કિશોરભાઈ મોદી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. યોગેશ મોદીએ રાજપારડી ગામમાં રહેતા ઈલ્યાસભાઈ ફિરોજભાઈ શેખને સામાજિક કામ માટે જુલાઈ 2013 માં 2.40 લાખ હાથ ઉછીના થોડા સમય માટે આપ્યા હતા, ત્યારબાદ યોગેશ મોદીએ વારંવાર ઈલ્યાસ શેખ પાસે તેમને આપેલા હાથ ઉછીના રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ ઈલ્યાસભાઈએ તે રૂપિયા પરત આપ્યા ન હતા, ત્યારબાદ માર્ચ 2014 માં કિશોરભાઈને ઈલ્યાસભાઈએ 2.40 લાખ નો ચેક આપ્યો હતો. તે ચેક કિશોરભાઈએ બેંકમાં જમા કરાવતા વિના સ્વીકારે પરત ર્ફ્યો હતો, જે બાબતે કિશોરભાઈ મોદીએ તેમના એડવોકેટ રોહિત ટી શાહ મારફ્તે ઇલ્યાસ શેખને કાયદેસરની નોટિસ આપેલી હતી અને ત્યારબાદ ફરિયાદ ઝઘડિયા કોર્ટમાં દાખલ કરાવેલી.

આ પણ વાંચો: શહેરમાં હોસ્પિટલોએ ગુજરાત ક્લિનિકલ એક્ટના નિયમોનું પાલન કરવું પડશે

આ ફરિયાદ ઝઘડિયા કોર્ટમાં ચાલી જતા ફ્રિયાદીના એડવોકેટ રોહિત ટી શાહની દલીલો ગ્રાહ્ય રાખી તા.25-7ના રોજ આરોપી ઇલ્યાસ ફિરોજ શેખ રહે. રાજપારડીનાઓને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ ઝઘડિયા કોર્ટ દ્વારા કરવામાં આવેલ અને ચેકની રકમ 2.40 લાખ 60 દિવસમાં વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો હતો.

Back to top button