ગુજરાતટોપ ન્યૂઝવિશેષ

નવસારીમાં મેઘતાંડવથી ઘૂંટણસમા પાણી ભરાયા,લોકો સ્થળાંતર કરવા મજબૂર

Text To Speech
  • નવસારીમાં આભ ફાટ્યું
  • છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં વરસાદ
  • પૂર્ણા નદી ભયજનક સપાટીએ

ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, ડાંગ,નવસારીવલસાડમાં રાતભર વરસાદ વરસ્યો હતો. નવસારી શહેર સહિત જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં નવાસારી તાલુકામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદના કારણે નવસારીના માછી માર્કેટમાં પાણી ભરાયા હતા. માર્કેટમાં ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : ગાંધીનગર : પંચાયતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ખાતાકીય પરીક્ષાના બહિષ્કારની અપાઈ ચીમકી

NAVSARI RAIN

લોકો સ્થળાંતર મજબૂર

ભારે વરસાદથી પૂર્ણા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું હતું. રાત્રે અનેક પોશ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે મોડી રાતે અચાનક પાણી આવી જતા લોકો પોતાનો કિંમતી સામાન મૂકીને સલામત સ્થળે ગયા હતા. તો કેટલાક પરિવારો તંત્ર હજુ પણ તંત્રની મદદની રાહ જોઇ રહ્યા હતા.તો જલાલપોર તાલુકામાં 7.5 ઇંચ વરસાદ, વાંસદા તાલુકામાં 5 ઇંચ વરસાદ, ગણદેવી, ચીખલી અને ખેરગામ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.જ્યાં બીજી તરફ પૂર્ણા નદીની સપાટી 22 ફૂટને પાર કરી ગઈ છે. પૂર્ણા નદી એની ભયજનક સપાટીથી 1 મીટર દૂર છે. નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તમામ શાળામાં રજા જાહેર

ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ને તમામ શાળામાં રજા જાહેર કરી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. મહત્વનું છે કે,હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ, નવસારી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂકાશે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :  અભિનેતા પ્રભુ દેવા તેની બીજી પત્ની અને પુત્રી સાથે તિરુપતિ મંદિરમાં જોવા મળ્યા

Back to top button