ટોપ ન્યૂઝનેશનલ

અયોધ્યા ખાતે નિર્માણાધીન શ્રી રામમંદિરમાં મંડપના પાંચ સ્તંભ તૈયાર, કોતરણી-મૂર્તિઓની કામગીરી અંતિમ તબક્કામાં

  • અયોધ્યાના શ્રીરામ મંદિરમાં મંડપના 5 સ્તંભ તૈયાર
  • દીવાલો પર કોતરણી-મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
  • જાન્યુઆરીમાં ઉદ્ઘાટનમાં મોદીને આમંત્રણ આપ્યું છે

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થતી જોવા મળી રહી છે. ત્યારે અયોધ્યામાં બની રહેલા શ્રીરામ મંદિરનો નવો વીડિયો શ્રીરામ જન્મભૂમિ મંદિર ન્યાસે જાહેર કર્યો છે. જેમાં 5 મંડપના સ્તંભ તૈયાર દેખાય છે. આ સાથે કારીગરો દીવાલો પર કોતરેલી મૂર્તિઓ અને કોતરણીકામને આખરી ઓપ આપતા જોવા મળી રહ્યા છે. આ પહેલાં રવિવારે ટ્રસ્ટે 4 તસવીર જાહેર કરી હતી.જે ગર્ભગૃહની ઉપર બાંધવામાં આવી રહેલા પહેલા માળની હતી. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, પહેલા માળે જ રામ દરબારને સજાવવામાં આવશે.જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરના ગર્ભગૃહમાં રામલલ્લા તેમના ચાર ભાઈ અને હનુમાનજી સાથે બિરાજશે.

ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ વિડીયો શેર કર્યો

ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે આ વિડીયો ટ્વીટ કર્યો હતો. એમાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે હરિ અનંત હરિ કથા અનંતા. કહહિ સુનહિ બહુબિધિ સબ સંતા. રામચંદ્ર કે ચરિત સુહાએ.કલપ કોટિ લગી જાહિ ના ગાયે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ ભજન વાગી રહ્યું છે, જેમાં પહેલા શોટમાં રામ મંદિરનું ભવ્ય દૃશ્ય બતાવવામાં આવ્યું છે. બીજા શોટમાં કલાકાર મૂર્તિ કોતરતા જોવા મળે છે. ત્રીજા શોટમાં ગર્ભગૃહ દેખાય છે. ચોથ શોટમાં ગર્ભગૃહની અંદરની કોતરણી દેખાય છે.

ઉદ્ઘાટન માટે પીએમ મોદીને આમંત્રણ

મહત્વનું છે કે,શ્રીરામ મંદિરમાં રામલલ્લાનો અભિષેક જાન્યુઆરી 2024માં થશે.આ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલ્યું છે. ટ્રસ્ટના સભ્યએ આ વાતની પુષ્ટિ કરી છે.રામ મંદિર ટ્રસ્ટ પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે લગભગ 10,000 લોકોને આમંત્રણ આપશે.વધુમાં રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, અમે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવીને પત્ર લખ્યો છે.આમાં 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી, 2024 વચ્ચેની તારીખો આપવામાં આવી છે.પરંતુ વાસ્તવિક તારીખ વડાપ્રધાન નક્કી કરશે. વડાપ્રધાનને મોકલવામાં આવેલા પત્ર પર મંદિર ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલ દાસના હસ્તાક્ષર છે.

આ પણ વાંચો : સંસદમાં મણિપુર હિંસા પર હોબાળો થવાની સંભાવના; બીજેપી સાંસદે કહ્યું- મણિપુરની આ હાલત નહેરુના કારણે

પ્રાણપ્રતિષ્ઠા સમારોહના દિવસે VIP સિવાય મોટી સંખ્યામાં ભીડની અપેક્ષા
9 નવેમ્બર, 2019ના રોજ સુપ્રીમ કોર્ટે લગભગ 100 વર્ષ જૂના રામ મંદિર કેસમાં પોતાનો ચુકાદો આપ્યો અને વિવાદાસ્પદ સ્થળ પર રામ મંદિર બનાવવાની વાત કરી હતી. ઓગસ્ટ 2020માં મોદીએ ભૂમિપૂજન કર્યું હતું. ત્યારે અયોધ્યા પ્રશાસન પ્રાણપ્રતિષ્ઠા સમારોહના દિવસે VIP સિવાય મોટી સંખ્યામાં ભીડની અપેક્ષા રાખી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓએ કોઈને તકલીફ ન થાય અને સુરક્ષામાં કાઈ ચૂક ન થાય એ સુનિશ્ચિત કરવા માટે ફુલપ્રૂફ ડિઝાઇન પર કામ કરવાનું શરૂ કર્યું છે.

રામ મંદિરમાં 5 વર્ષ જૂની શ્રીરામની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે

મંદિરનું નિર્માણ નાગરા શૈલીમાં કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ભારતમાં પ્રાચીન મંદિરો આ શૈલીમાં બનેલાં છે. મંદિરમાં 5 વર્ષના ભગવાન રામની બાળસ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. ગર્ભગૃહમાં મૂર્તિનો અભિષેક 15થી 24 જાન્યુઆરી, 2024 વચ્ચે કોઈપણ એક દિવસે કરવામાં આવશે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે. પછી માત્ર અંતિમ ફિનિશિંગ જ રહેશે, એ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મતદાર યાદીની સંબંધિત વિગતોમાં ચેડા કરનારો પકડાયો

Back to top button