ગુજરાત

શહેરમાં હોસ્પિટલોએ ગુજરાત ક્લિનિકલ એક્ટના નિયમોનું પાલન કરવું પડશે

Text To Speech
  • AMCના હેલ્થ વિભાગમાં 2022-23માં હોસ્પિટલ રજિસ્ટ્રેશન માટે 1,125 અરજીઓ કરાઈ હતી
  • 50થી ઓછી બેડની હોસ્પિટલો અને નાર્સિંગ હોમ ગુમાસ્તા ધારા અંતર્ગત દર્દીઓને સારવાર પૂરી પાડી શકશે
  • હોસ્પિટલ અને નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન માટે આવશ્યક ફોર્મ- સી રદ કરવાને સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો

શહેરમાં હોસ્પિટલોએ ગુજરાત ક્લિનિકલ એક્ટના નિયમોનું પાલન કરવું પડશે. જેમાં હવે હોસ્પિટલો, નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન માટે ફોર્મ-સી રદ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. AMC દ્વારા શહેરમાં હોસ્પિટલ અને નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન માટે આવશ્યક ફોર્મ- સી રદ કરવાને સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે અને તેના પરિણામે અગાઉ 44 જેટલી હોસ્પિટલોને સીલ કરાયા હતા તે હવે ખોલી નાખવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ: બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઈટિસના સતત વધતા કેસે ચિંતા વધારી 

AMCના હેલ્થ વિભાગમાં 2022-23માં હોસ્પિટલ રજિસ્ટ્રેશન માટે 1,125 અરજીઓ કરાઈ હતી

AMCના હેલ્થ વિભાગમાં 2022-23માં હોસ્પિટલ રજિસ્ટ્રેશન માટે 1,125 અરજીઓ કરાઈ હતી અને તે પૈકી 943 જેટલી અરજીઓને મંજૂર કરાઈ હતી. ફોર્મ- સી રદ થવાને લીધે નર્સિંગ હોમ અને હોસ્પિટલોને રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ મળશે અને 150થી વધુ હોસ્પિટલો, દવાખાનાને ફાયદો થશે. નવા નિયમ મુજબ 50થી વધુ બેડની હોસ્પિટલો અને નર્સિંગ હોમને ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટના નિયમોનું પાલન કરવાનું રહેશે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મતદાર યાદીની સંબંધિત વિગતોમાં ચેડા કરનારો પકડાયો 

50થી ઓછી બેડની હોસ્પિટલો અને નાર્સિંગ હોમ ગુમાસ્તા ધારા અંતર્ગત દર્દીઓને સારવાર પૂરી પાડી શકશે

શહેરમાં 50થી ઓછી બેડની હોસ્પિટલો અને નાર્સિંગ હોમ ગુમાસ્તા ધારા અંતર્ગત દર્દીઓને સારવાર પૂરી પાડી શકશે. જોકે, શહેરમાં BU પરમીશન નહીં ધરાવતી બિલ્ડિંગમાં આવેલા નર્સિંગ હોમ અને હોસ્પિટલો મામલે AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગ અને ફાયર બ્રિગેડ શું કાર્યવાહી કરશે ? તેવું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. નવા એકટ કાયદા મુજબ હવે ફેર્મ – સી રદ થયા પછી ગુજરાત ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટ લાગુ પડશે અને જિલ્લા કલેકટર કચેરી મારફતે તમામ કામગીરી કરવામાં આવશે. હવે કલેક્ટર કચેરી દ્વારા AMCને કેવા પ્રકારની અને કેટલીક કામગીરી સોંપવામાં આવશે તે જોવાનું રહેશે.

Back to top button