- આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે બિહારથી પકડયો
- ઓપ્શન-4માં અન્ય નામથી લખાણ લખી સબમીટ કરી ચેડા કરતો
- આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મતદાર યાદીની સંબંધિત વિગતોમાં ચેડા કરનારો પકડાયો છે. જેમાં PM મોદીના વોટર્સ IDમાં છેડછાડ કરનાર અર્પણ દ્વિવેદીની બિહારથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ બે મહિનામાં યોગી આદિત્યનાથ, મુકેશ અંબાણીના ID સાથે પણ ચેડા કર્યા હતા. તેમજ પાંચ દિવસના રિમાન્ડની પોલીસની માગ કોર્ટે ફગાવી જેલભેગો કર્યો છે. તથા જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો: PM મોદી ગુજરાતમાં, આજે સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્વાટન કરશે
આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે બિહારથી પકડયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મતદાર યાદીની સંબંધિત વિગતોમાં ચેડા કરી ગુનો આચરનાર આરોપી મદનકુમાર ઉર્ફે અર્પણ ધર્મેન્દ્રકુમાર દ્વિવેદીને સાયબર ક્રાઇમ પોલીસે બિહારથી પકડયો છે. આરોપીની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપીએ છેલ્લા બે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિતના મહાનુભાવોના વોટર્સ આઇડીમાં ચેડા કર્યા હતા અને પોતાનો મોબાઇલ લીંક કરી દેતો હતો. સાયબર ક્રાઈમ પોલીસે આરોપી મદનકુમાર ઉર્ફે અર્પણ ધર્મેન્દ્રકુમાર દ્વિવેદીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, એડિશનલ ચીફ્ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને તેને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઈટિસના સતત વધતા કેસે ચિંતા વધારી
ઓપ્શન-4માં અન્ય નામથી લખાણ લખી સબમીટ કરી ચેડા કરતો
શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં શ્રીરંગ સોસાયટી ખાતે રહેતા ફરિયાદી સૂરજ ગૌતમકુમાર બારોટે સાયબર ક્રાઇમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.21-7-2023ના રોજ કોઇ અજાણ્યા શખ્સ દ્વારા વોટર હેલ્પલાઇન એપ્લીકેશન મારફ્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મતદાર યાદીની વિગતોમાં રિલેશન ટાઇપમાં સુધારો કરવાની અને ઓપ્શન-2માં પેટા ઓપ્શન-4માં અન્ય નામથી લખાણ લખી સબમીટ કરી ચેડા કરી ગંભીર ગુનો આચર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે ગુનાની તપાસ હાથ ધરી આરોપીનો મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી મેળવી ટેકનીકલ માહિતી એકત્ર કર્યા બાદ તેણે બિહારના મુઝફરનગર ખાતેથી આ ગુનાહિત પ્રવૃત્તિ કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે એક તપાસ ટીમ બિહાર મોકલી બિહારના સદાતપુર ગામના વતની મદનકુમાર ઉર્ફે અર્પણ દ્વિવેદીને ઝડપી લીધો હતો.