IND vs WI: જડ્ડૂ યે તો બહુત ના ઇન્સાફી હૈ; 7 ખેલાડી ઔર રન સિર્ફ 12
IND vs WI 1st ODI: બાર્બાડોસમાં કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ODIમાં ભારતીય બોલરોએ પ્રભુત્વ જમાવ્યું હતું. ભારતની ઘાતક બોલિંગ એવી હતી કે વેસ્ટ ઈન્ડિઝના સાત બેટ્સમેન બે આંકડાનો સ્કોર પણ સ્પર્શી શક્યા ન હતા. ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમને માત્ર 23 ઓવરમાં જ પેવેલિયન પરત મોકલી દીધી હતી.
ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માનો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય સંપૂર્ણ રીતે સાચો સાબિત થયો હતો. શરૂઆતથી જ ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે વિન્ડીઝના કોઈપણ બેટ્સમેનને લાંબો સમય ક્રિઝ પર રહેવા દીધો ન હતો.
ઓપનર કાયલ મેયર્સ ત્રીજી ઓવરમાં હાર્દિક પંડ્યાના બોલ પર કેપ્ટન રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. તેમણે 9 બોલમાં માત્ર બે રન બનાવ્યા હતા. આ પછી વેસ્ટ ઈન્ડિઝને આઠમી ઓવરમાં 45 રનના કુલ સ્કોર પર બીજો ફટકો લાગ્યો હતો. બીજી વિકેટ અલીક અથાન્જેના રૂપમાં પડી, જેણે 18 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન બનાવ્યા. બીજી જ ઓવરમાં બીજો ઓપનર બ્રેન્ડન કિંગ પણ પેવેલિયન પરત ફર્યો હતો. કિંગ 17 રને શાર્દુલ ઠાકુરના હાથે બોલ્ડ થયો હતો.
માત્ર 45 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ શિમરોન હેટમાયર અને વિન્ડીઝના કેપ્ટન શાઈ હોપે થોડી લડાયક ભાવના દેખાડી, પરંતુ તેઓ ભારતીય સ્પિનરો સામે કામ કરી શક્યા નહીં. જ્યારે ટોચની ત્રણ વિકેટ ફાસ્ટ બોલરોએ લીધી હતી, ત્યારપછી સ્પિનરોએ મોરચો સંભાળ્યો હતો.
આ પણ વાંચો- Bangladesh : હરમનપ્રીત કૌર અમ્પાયર પર થઇ ગુસ્સે, ICCએ ફટકાર્યો દંડ
88ના કુલ સ્કોર પર વેસ્ટ ઈન્ડિઝની ચોથી વિકેટ પડી. હેટમાયર 11ના અંગત સ્કોર પર રવિન્દ્ર જાડેજાના હાથે બોલ્ડ થયો હતો. આ પછી જાણે વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ પત્તાની જેમ વિખેરાઈ ગઈ. તુ ચલ મેં આયાના માર્ગમાં વેસ્ટ ઈન્ડિઝની વિકેટો પડતી રહી. આ દરમિયાન રોવમેન પોવેલ 04, રોમારિયો શેફર્ડ 00, ડોમિનિક ડ્રેક્સ 03 અને વાય કેરિયા 03 રને પેવેલિયન પરત ફર્યા હતા.
ત્યારબાદ 114ના કુલ સ્કોર પર શાઈ હોપ 43 રને પણ આઉટ થયો હતો. આ પછી વેસ્ટ ઈન્ડિઝની છેલ્લી વિકેટ જેડન સીલ્સ 00ના રૂપમાં પડી. ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે માત્ર 3 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના ચાર બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સાથે જ અન્ય સ્પિનર રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ તરફથી મળેલા 115 રનના લક્ષ્યાંકને 23મી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જોકે, રોહિતે બેટિંગ ક્રમમાં ઘણા ફેરફાર કર્યા હતા. જ્યારે વિરાટ બેટિંગ કરવા આવ્યો ન હતો ત્યારે રોહિત સાતમા નંબર પર બેટિંગ કરતો હતો. ઈશાન કિશને સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. મેચમાં 4 વિકેટ લેનાર કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો.