ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં મણીપુરની ઘટના સંદર્ભે આદિવાસી સમાજે આવેદનપત્ર આપ્યું

Text To Speech

પાલનપુર: તાજેતરમાં મણીપુર રાજ્યમાં આદિવાસી સમાજની સ્ત્રીઓને નગ્ન કરી બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ત્યારે આદિવાસીઓ ઉપર થતા આવા જધન્ય કૃત્યો રોકવા અને આરોપીઓ સામે તાત્કાલિક કાયદાકીય પગલાં લેવા તેમ જ મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા ડીસામાં આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આદિવાસી ભીલ સમાજ-humdekhengenews

મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ

મણીપુરની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. આદિવાસી સમાજની બે મહિલાઓને નગ્ન કરી બળાત્કાર ગુજારી તેઓની હત્યા કરાતા સમગ્ર આદિવાસી સમાજમાં રોજ ભભૂકી ઉઠ્યો છે.ત્યારે ડીસામાં પણ આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા ડીસા નાયબ કલેકટર કચેરી આવેદન પત્ર અપાયું હતું આવેદન પત્રમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ પર વર્ષોથી અમાનુસી અત્યાચારો થઈ રહ્યા છે.અગાઉ મોગલો કે અંગ્રેજોના શાસનમાં પણ આવા જઘન્ય કૃત્યો થતા ન હતા. તેવું કૃત્ય અત્યારે થયું છે. અત્યારે ભારત દેશની વિદેશોમાં સારી છાપ થઈ રહી છે ત્યારે આવા અમાનુસી બનાવો થી દેશની આબરૂને પણ કલંક લાગી રહ્યો છે. હાલે પણ આવા જધન્ય કૃત્યો મણીપુરમાં થયા છે.

આદિવાસી ભીલ સમાજ-humdekhengenews

આ અંગે આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠનના પ્રમુખ રમેશભાઈ માજીરાણાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કડક કાયદા બનાવી આવા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેમજ મણીપુરમાં કાયદો વ્યવસ્થા સાવ કથળી થઈ ગયું હોવાથી રાષ્ટ્રપતિ શાસન તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી આદિવાસી સમાજની માંગ છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: દુનિયાની પ્રથમ “શ્રીમદ ભગવત ગીતા”, જેમાં 773 પાના,18 અધ્યાય અને 700 શ્લોક ને અપાયું છે ડિજિટલ સ્વરૂપ

Back to top button