બનાસકાંઠા: દુનિયાની પ્રથમ “શ્રીમદ ભગવત ગીતા”, જેમાં 773 પાના,18 અધ્યાય અને 700 શ્લોક ને અપાયું છે ડિજિટલ સ્વરૂપ
પાલનપુર: ભારતીય હિન્દુ સંસ્કૃતિના જુદા જુદા ધાર્મિક ગ્રંથો આદિકાળથી આવી રહ્યા છે અને આ ગ્રંથો કે જે વાંચી શકાય છે પરંતુ નવી દિલ્લીની safe shop દ્વારા પાંચ ડાયરેક્ટરો રાજ પાલ, સિદ્ધાર્થ સેહગલ, રાજ આનંદ, હરીશ સોંધી અને રજત વર્માએ તૈયાર કરી છે. જેનું શ્રી શ્રી રવિશંકર મહારાજના હસ્તે વિધિવત રીતે ખુલ્લી મુકવામાં આવી હતી. આ બોલતી” શ્રીમદ્ ભગવત ગીતા” કે જેનું વજન લગભગ ત્રણથી સાડા ત્રણ કિલો અને તમામ અંદરના પાનાઓ રંગીન ચિત્રો સાથે બનાવ્યા છે.
ડિજિટલ flute pen અડાડવાથી શ્લોકો તેમજ અન્ય વિવિધ 14 (ચૌદ)ભાષાઓમાં સાથે બોલે છે.
તેમજ 773 પાનાઓ આવેલા છે. જેમાં 18 અધ્યાય અને 700 શ્લોક તેમજ ચાર મહા આરતીઓ તેની સાથે છ ભજન આવેલા છે. જેમાં આ” શ્રીમદ ભગવત ગીતામાં” સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી આમ ત્રણ ભાષામાં તેનું વાંચન કરી શકાય છે. સાથે સાથે Spanish, Nepali, Tamil, Gujarati, Gujarati, Odia, kannad, Punjabi, French, Assamese, Telugu, Marathi, bengala, Hindi અને English આમ 14 ભાષાઓમાં flout ની મદદથી સાંભળી શકાય છે. વિશેષ આ ભગવત ગીતાને વિશેષ આ શ્રીમદ ભગવત ગીતા ને પારસ પીપળાથી તેનું શાસ્ત્રોના આધારે વિધિવત રીતે પૂજન કરવામાં આવેલું છે. તેમજ સંસ્થાના ડાયરેક્ટરોએ શ્રીશ્રી રવિશંકરજી ગુરુદેવના હસ્તે વિધિવત રીતે આ પુસ્તકની સમાજમાં ખુલ્લું મૂકવામાં આવેલું છે. વિશેષ flute ની મદદથી સંગીતમાં પણ આ ભગવદ ગીતા સાંભળી શકાય છે. આ શ્રીમદ બોલતી ભગવદગીતામાં 108 શ્રીકૃષ્ણ ભજન તેમજ જિંદગીના લાઈફ લેશન જેમ કે ભરોસા, કૃતજ્ઞતા, આભાર, શાંતિ, સહનશીલતા, કમજોરી, દુલબલતા, સમતુલા, ઈર્ષા , મુક્તિ, ભય, ક્રોધ, પ્રેમ, મન પર નિયંત્રણ,લાલચ, લોભ, સંગતિ- મિત્રતા તેમજ અલગાવ જેવા જિંદગીના લાઈફ લેશન આપેલા છે. તેની સાથે શ્રી શ્રી રવિશંકરજીના અલગ અલગ મેડીટેશન યોગના તેમના પોતાના અવાજમાં દર્શાવવામાં આવ્યા છે.
વિશેષ આ બોલતી “શ્રીમદ ભગવત ગીતા” જો બહાર જવું હોય તો તેની તે ગ્રંથને બહાર નથી લઈ જવો તો અંદરના બે પાના સાથે flute pen, સ્ટેન્ડ, ચાર્જર, પીન સાથે લઈ જવાથી પણ સંપૂર્ણ “શ્રીમદ ભગવત ગીતા” સાંભળી શકાય છે. વિશેષ આ બોલતી “શ્રીમદ ભગવત ગીતા” દરેક પરિવારમાં પણ રાખી શકાય તેમજ તેનું નિયમિત વાંચન અને સાંભળી શકાય . લગ્ન પ્રસંગોમાં પણ દીકરીઓને ગિફ્ટ તરીકે આપીને સન્માનિત કરી શકાય છે. પરિવારમાં બાળકો તથા વડીલો સાથે બેસીને પણ નિયમિત સાંભળી શકાય છે. વિશેષ શાળા, મહાશાળાઓ તેમજ કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની સમૂહમાં સંભળાવી શકાય છે. આ બોલતી “શ્રીમદ ભગવત ગીતા” કે જેમાં સંગીત અને શુદ્ધ અવાજોથી સાંભળી શકાય છે .માટે જ દરેક હિન્દુ પરિવારો માટેનું આ એક ધાર્મિક ગ્રંથ ખૂબ જ અદભુત બનાવેલો છે.
આ પણ વાંચો : ઉર્ફી જાવેદે શેર કર્યો દિલ કા ટેલિફોન ડ્રેસ, અભિનેત્રીના લુકથી તમારું મન ચકરાઈ જશે