ગુજરાતચૂંટણી 2022

અગ્નિપથ જાહેરાતને લઈ ડીસામાં કોંગ્રેસ ધરણા યોજે તે પહેલાં કાર્યકરોની અટકાયત

Text To Speech

પાલનપુર, સરકાર દ્વારા અગ્નિપથ ભરતીની જે જાહેરાત કરી છે, તેના વિરોધમાં ડીસામાં સોમવારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા તેમજ નેતાઓ દ્વારા અગ્નિપથ ભરતીને લઈ સરકાર સામે વિરોધ કરી ધરણા યોજે તે પહેલાં પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના આગેવાનો નેતાઓની અટકાયત કરી પોલીસ મથકમાં લઈ જવાયા હતા.

સરકાર દ્વારા સૈન્યમાં અગ્નિપથ યોજના દ્વારા ભરતીની જાહેરાત કરી છે. તેને લઈને સમગ્ર ભારતભરમાં વિરોધ થઈ ગયો છે. સરકાર દ્વારા કરેલી અગ્નિપથ ભરતીને લઈ‌ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સોમવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા બાંયો ચડાવી વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તા દ્વારા ડીસાના બગીચા સર્કલ પાસે ધરણાંનો કાર્યક્રમ કરવા પહોંચેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, વિધાનસભા ડીસાના પ્રભારી રિયાઝખાન ,પી.પી. ભરતિયા,નરસિંહ દેસાઈ,શૈલેષભાઇ વ્યાસ,વિપુલભાઈ ‌શાહ,દિપકભાઈ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાની ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ધરણાનો કાર્યક્રમ કરતા અટકાવાય હતા. તેમજ આ તમામ કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ અંગે કોંગ્રેસના ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અગ્નિપથ ભરતીની જે જાહેરાત કરી છે. જેમાં ચાર વર્ષ નોકરી કરવાની તે જાહેરાતને લઈને આજે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા અગ્નિપથ ભરતીને લઈને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. આ ભરતીમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિથી જે જાહેરાત કરવામાં આવી છે. તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. અને કાયમી ભરતી કરવામાં આવે. તેમજ દિવસેને દિવસે મોંઘવારી પણ વધી રહી છે. જેના કારણે ગરીબ‌ લોકોને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. જેથી સરકાર તાત્કાલિક ધોરણે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઇ કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

Back to top button