મનોરંજન

ઉર્ફી જાવેદે શેર કર્યો દિલ કા ટેલિફોન ડ્રેસ, અભિનેત્રીના લુકથી તમારું મન ચકરાઈ જશે

Text To Speech

અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના અંદાજથી સોશિયલ મીડિયામાં ચર્ચા પર રહે છે. ઉર્ફી જાવેદના નવા ડ્રેસના લુકથી તમારું મન ચકરાઈ જશે. આ વખતે એક્ટ્રેસે ટેલિફોન અને તેના વાયરથી એવો ડ્રેસ બનાવ્યો છે કે વીડિયો જોઈને તમે પણ ચોકી જશો.આટલું જ નહીં, ઉર્ફી આ ડ્રેસ પહેરીને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું પ્રમોશન કરતી જોવા મળી હતી.

Urfi Javed Turns Dream Girl As She Wears Dil Ka Telephone And Wires To  Cover Her Modesty. WATCH | Entertainment News, Times Now

ડ્રીમ ગર્લ 2 ના પોસ્ટરે હાલ બોલીવુડમાં આગ લગાવી છે. ઉર્ફીનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં અભિનેત્રી ડ્રીમ ગર્લ 2ની આતુરતાથી રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. દિલ કા ટેલિફોન ડ્રેસ એક ફેશન સ્ટેટમેન્ટ કરતાં વધુ છે, ઉર્ફીની ક્યૂટનેસની કોઈ મર્યાદા નથી. વિડીયોમાં ઉર્ફી અલગ અંદાજ સાથે પોષકમાં જોવા મળે છે. અભિનેત્રીને જોઇને ચાહકો ઉર્ફીની તારીફના પુલ બાંધી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi Javed (@urf7i)

આ પહેલા પણ અભિનેત્રીનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં અભિનેત્રી એક યુવક જોડે ઝઘડી રહી છે. ઉર્ફી જાવેદના કપડા જોઈને માણસ લડવા લાગ્યો, જેમાં તે ગ્રીન કલરની બેકલેસ કોટન મેક્સી ડ્રેસ પહેરીને એરપોર્ટની અંદર જોવા મળી હતી. જેમાં એક વ્યક્તિ ઉર્ફી તરફ જુએ છે અને કહે છે –’ઈન્ડિયા મે ઐસા નહીં, હમારા નામ ખરાબ હોતા.’ અભિનેત્રી આ સાંભળે છે. અને કહે છે. ‘તારા બાપનું કઈ જાય છે. જા તારું કામ કર’. આ વાત પર અભિનેત્રી અને યુવક લડવા લાગે છે. અભિનેત્રીના મેનેજર ઉર્ફીને આગળ વધવાનું કહે છે. આ વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી હતી.

આ પણ વાંચો : કારગિલ વિજય દિવસ : દેશભક્તિની આ ફિલ્મો બલિદાન અને બહાદુરીની ગાથાની લાગણી બમણી કરશે

Back to top button