બનાસકાંઠા: શ્રી લોહાણા મહાપરિષદની પ્રેરણાથી થરા જલારામ મંદિરના પ્રાંગણમાં કરાયા 154 છોડ રોપણ
પાલનપુર: કાંકરેજ તાલુકાના થરા નગરમાં ગુજરાત સરકાર દ્વારા વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો સંદેશ અંતર્ગત શિહોરી રાધનપુર નેશનલ હાઈવે ઉપર આવેલા થરા જલારામ બાપાના મંદિર પરિસરમાં શ્રી લોહાણા મહાપરિષદની પ્રેરણાથી જલારામ બાપાના પર્યાવરણ પ્રેમી ભક્તગણ તેમજ થરા નગર શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા મંદિરના બગીચામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ભારતમાં ગ્લોબલ વોર્મિંગ ની પર્યાવરણ ઉપર ભારે અસર વર્તાઈ રહી છે ત્યારે ઋતુઓ પર પણ થતી તેની અસરને પહોંચી વળવા દેશના પ્રત્યેક શહેરો તેમજ ગામડાઓમાં વૃક્ષો વાવવા જરૂરી બન્યા છે. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા વૃક્ષારોપણ કરીને કાંકરેજ, થરા શહેર તેમજ બનાસકાંઠાના તમામ ગામોમાં વસતા નાગરિકોને પોતાના ગામ, શહેર,ઘર કે ખેતરમાં વૃક્ષો વાવવા માટેનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
જલારામ બાપામંદિર થરામાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં થરા નગર પાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,થરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.જે.ચૌધરી,ડેપ્યુટી એન્જિનિયર વઢવાણા,અગ્રણીઓ અરવિંદભાઈ લાટી, અચરતલાલલાલ ઠક્કર, કનુભાઈ આચાર્ય,વિજયભાઈ ઠક્કર,ભરતભાઈ કાનાબાર,અમીભાઈ દેસાઈ,પર્યાવરણ સમિતિના નિરંજનભાઇ ઠક્કર, હરગોવનભાઈ શિરવાડિયા, રાજુભાઈ લાટી, રાજુભાઈ નીલકંઠ, રાજુભાઈ બારોટ, જશુભાઈ ઠક્કર ,ભુપતભાઈ ઠાકોર,ભરતસિંહ વાઘેલા, તરુણભાઈ ઠક્કર, દીપકભાઈ ઠક્કર,નટવરલાલ પટેલ, સંજયભાઈ દેસાઈ,પ્રહલાદભાઈ ,જેસુંગભાઈ નાઈ, ચંપકભાઈ ઠક્કર, હર્ષદભાઈ ઠક્કર,ઝેણુભા વાઘેલા,ચંદુલાલ ઠક્કર તેમજ જલારામ સત્સંગ મહિલા મંડળ થરાની તમામ બહેનોએ સાથે મળીને જલારામ મંદિર બગીચા તેમજ પ્રાગણમાં 154 વૃક્ષો વાવીને વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો કહેવતને સાર્થક કરી હતી.
આ પ્રેરણાદાયી અવસરે લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી,પર્યાવરણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કિરિટભાઈ ભીમાણી,ઉતર ગુજરાત ઝોન પ્રમુખ ભગવાનભાઈ બંધુ,બનાસકાંઠા રીજીયન પર્યાવરણ સમિતિ ચેરમેન મહેશભાઈ ઉડેચા સહિત સૌએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ પણ વાંચો : આગામી 24 કલાક માટે તૈયાર રહેજો ! આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી