ટ્રેન્ડિંગધર્મવિશેષ

ઓગસ્ટમાં ચાર ગ્રહોનું રાશિ પરિવર્તનઃ પાંચ રાશિઓને કરિયરમાં થશે લાભ

  • ગ્રહ પરિવર્તનની શરૂઆત શુક્ર ગ્રહથી થશે
  • 7 ઓગસ્ટના રોજ શુક્ર કર્ક રાશિમાં પ્રવેશશે
  • 17 ઓગસ્ટના રોજ સુર્ય પોતાની રાશિમાં પ્રવેશશે

ઓગસ્ટ મહિનામાં ચાર મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા છે. ગ્રહ પરિવર્તનની શરૂઆત શુક્ર ગ્રહથી થશે. વર્તમાનમાં વક્રી ગતિથી ચાલી રહેલો શુક્ર 7 ઓગસ્ટના રોજ સિંહ રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 17 ઓગસ્ટના રોજ સુર્ય પોતાની જ રાશિ સિંહમાં પ્રવેશ કરશે. તેના પછીના દિવસે મંગળ સિંહ રાશિમાંથી નીકળીને બુધની રાશિ કન્યામાં જશે. આ દિવસે શુક્ર કર્ક રાશિમાં ઉદિત થશે. અંતમાં 24 ઓગસ્ટના રોજ બુધ સિંહ રાશિમાં વક્રી ચાલ ચાલવવાનું શરૂ કરી દેશે. ગ્રહોની સ્થિતિમાં થઇ રહેલા આ પરિવર્તનો પાંચ રાશિઓને શુભ પરિણામ આપશે. આ દરમિયાન કરિયરમાં ઉન્નતિ સાથે તેમને ધન પણ મળશે. જાણો કઇ છે આ રાશિઓ.

મેષ રાશિ

ઓગસ્ટમાં થઇ રહેલુ ગ્રહ પરિવર્તન મેષ રાશિના લોકોને વિશેષ લાભ આપશે. કરિયરની બાબતમાં તેમને સારા સમાચાર સાંભળવા મળશે. તમારી યોજનાઓ સફળ થશે. જુના અટકેલા કાર્યો સફળ થશે અને મિત્રો સાથે મળવાથી વેપારમાં લાભ થશે. પાર્ટનર સાથે રિલેશન સારા રહેશે. સાથે મળીને કોઇ નવા કામનો આરંભ કરી શકો છો.

ઓગસ્ટ મહિનામાં ચાર ગ્રહોનું રાશિ પરિવર્તનઃ પાંચ રાશિઓને કરિયરમાં થશે લાભ જ લાભ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે ઓગસ્ટમાં થનારા ગ્રહોનું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમને તમારી યોજનાઓમાં આશા અનુસાર પરિણામો પ્રાપ્ત થઇ શકે છે. જે લોકો લગ્ન માટે સારો સંબંધ શોધી રહ્યા છે, તેમને સારો જીવનસાથી મળી શકે છે. ઓફિસમાં તમારા કામના વખાણ થશે અને તમારી યોજનાઓ આગળ વધશે. કરિયરમાં પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે, જે આગળ જતા તમારા માટે ફાયદાકારક રહેશે. તમે રોકાણ અંગે વિચારી શકો છો.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોની ઓગસ્ટમાં થતા ગ્રહ ગોચરથી કિસ્મત બદલાઇ શકે છે. કરિયરમાં સફળતા મળવાની સાથે સાથે ચમને વિશેષ રીતે આર્થિક લાભ થશે. બિઝનેસમાં કંઇક નવુ થઇ શકે છે. તમે કોઇ નવા બિઝનેસમાં રોકાણ કરો તેવુ પણ બને. તે તમને ફાયદો પણ કરાવશે. ભવિષ્યમાં આ યોજનાઓથી તમે લાભ મેળવી શકો છો. પિતા અને પરિવારના અન્ય લોકો સાથે સંબંધો સારા રહેશે. જીવનસાથીનો પણ સહયોગ મળશે.

ઓગસ્ટ મહિનામાં ચાર ગ્રહોનું રાશિ પરિવર્તનઃ પાંચ રાશિઓને કરિયરમાં થશે લાભ જ લાભ hum dekhenge news

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો વિશેષ રીતે ફાયદો પહોંચાડશે. આ મહિનામાં થતું મંગળનું રાશિ પરિવર્તન તમને લાભ પહોંચાડશે. તમારી કિસ્મતના સિતારા ચમકશે. તમને રોકાયેલા નાણા મળશે. કરિયરમાં તમને ઇચ્છશો તેવી સફળતા મળશે. પરિવાર અને મિત્રો સાથે સંબંધો મધુર બનશે. આર્થિક લાભ થશે. બિઝનેસ સાથે જોડાયેલા નિર્ણયોમાં પરિવારના વડીલોની સલાહ લેજો.

ધન રાશિ

ધન રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારો માનવામાં આવે છે. સફળતા તમારા કદમોમાં હશે. તમારો બિઝનેસ આગળ વધશે. ધન પ્રાપ્તિની બાબતોમાં તમારી યોજનાઓ સફળ થશે. જુના સમયમાં કરેલા રોકાણથી લાભ થશે અને ઘનની બાબતમાં કોઇ પણ નિર્ણય સમજી વિચારીને લેવો. રૂપિયા પૈસાની બાબતમાં તમારે કોઇ સગા સંબંધી સાથે લેવડદેવડ ન કરવી, તેનાથી સંબંધો પ્રભાવિત થઇ શકે છે.

આ પણ વાંચોઃ કારગિલ વિજય દિવસ :અક્ષય કુમારે કારગીલના શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Back to top button