ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: હવે ગેરકાયદેસર લખાણવાળી નંબર પ્લેટ હશે તો મર્યા સમજો

Text To Speech

પાલનપુર: અમદાવાદમાં થોડા દિવસ પહેલા જ નવ લોકોને અકસ્માતની ઘટનામાં મોતના મુખમાં ધકેલનારા તથ્ય પટેલ સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે રાજ્યની પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી છે. જ્યારે હાઇકોર્ટના કડક વલણ પછી હવે પોલીસ વિભાગ આકરા પગલાં ભરવા તરફ આગળ વધી રહી છે. જેમાં બનાસકાંઠા પોલીસે ગેરકાયદેસર લખાણવાળા વાહનોના ફોટા જિલ્લા કંટ્રોલરૂમને મોકલવા એક whatsapp નંબર જાહેર કર્યો છે.

લખાણવાળી નંબર પ્લેટ-humdekhengenews

બનાસકાંઠા પોલીસે આવા વાહનોના ફોટા મોકલવા whatsapp નંબર જાહેર કર્યો

જેના ઉપર ફોટો મોકલવાથી વાહન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.જોકે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ પણ જિલ્લા પોલીસે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે. તેથી હવે વાહનો પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર લખાણ લખેલું ચાલશે નહીં, જો લખ્યું હશે તો મર્યા સમજો.

  1. કેવા વાહન ચાલકો સામે થઈ શકે છે કાર્યવાહી
  • નંબર પ્લેટ વગરનું વાહન
  • વળી ગયેલી નંબર પ્લેટ
  • ભૂસાઈ ગયેલી નંબર પ્લેટ
  • નંબરના બદલે ધર્મ કે જાતિ આધારિત લખાણ

ખાનગી વાહન અને સરકારી હોદ્દો લખ્યો હશે તો પણ કાર્યવાહી

કેટલાક વાહન ચાલકો પોતાની માલિકીનું વાહન લઈ અને હોદ્દા નો રોફ મારવા માટે માલિકીના વાહનમાં પોલીસ કે અન્ય કોઈપણ સરકારી હોદ્દો અને ડિપાર્ટમેન્ટ લખીને રોડ ઉપર ફરતા હોય છે. આવા લોકો સામે પણ પોલીસ હવે કાર્યવાહી કરશે.

તમારે શું કરવાનું

આ પ્રકારની નંબર પ્લેટ હોય તો તેનો ફોટો પાડીને વાહન માલિકનું નામ અને સરનામું સહિતની વિગત બનાસકાંઠા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના whatsapp નંબર 99131 61000 ઉપર મોકલી આપવાનો રહેશે. આ ફોટો કંટ્રોલ રૂમને મળતા જ પોલીસ એક્શનમાં આવશે, અને વાહન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

Back to top button