ગુજરાતટોપ ન્યૂઝ

‘ટામેટા જ એક માત્ર ખાવાની ચીજ નથી’ : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે સામાન્ય લોકોના રસોડામાંથી હવે ટામેટા ગાયબ થયા છે. ટામેટાના વધતા ભાવના કારણે લોકો પરેશાન છે હાલ જ્યારે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સરકાર તેના પર નિયંત્રણ લાવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.તો બીજી તરફ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ટામેટાના ભાવને લઈને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ટામેટા જ એક માત્ર ખાવાની ચીજ નથી, સમય બદલાશે ત્યારે ભાવ કાબૂમાં આવશે. ઋષિકેશ પટેલના આવિવાદાસ્પદ નિવેદનથી લોકોમ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

જાણો ઋષિકેશ પટેલે શું કહ્યું

રાજ્યસરકારના પ્રવક્તા મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટામેટાના ભાવને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ટામેટા એક માત્ર ખાવા જેવી ચીજ નથી આમ તો જોવા જઈએ તો પરંતું ટામેટાં બટાકા શાકભાજી આ તમામે તમામટામેટાના ભાવ-humdekhengenews વસ્તુ જીવન જરૂરિયાત છે પરંતુ તે ડિમાંડ સપ્લાયના આધારે નક્કી થતી હોય છે. પરંતુ જેમ જેમ સમયબદલાશે ત્યારે ભાવ કાબૂમાં આવશે. સપ્લાય વધશે ત્યારે ટામેટાના ભાવ નીચા આવશે.

 

આ પણ વાંચો : મણિપુરમાં જે મહિલાને નગ્ન પરેડ કરાવવામાં આવી તેમનો પતિ છે કારગિલ યુદ્ધનો યોદ્ધા, જાણો શું કહ્યું

ઋષિકેશ પટેલના નિવેદનથી લોકોમાં રોષ

મંત્રી ઋષિકેશ પટેલનું આ નિવેદન સામે આવતા મહિલાઓ ગુસ્સે થઇ હતી. એક મહિલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે માત્ર ટામેટા જ નહીં પરંતુ અન્ય શાકભાજી પણ મોંઘા છે.જેથી મંત્રી જવાબ આપે શું સસ્તું છે જેને ખાઈ શકીએ. તો બીજી તરફ ટામેટાના ભાવને લઈને વિરોધી પાર્ટીઓ પણ સવાલ ઉઠાવી રહી છે. અને સરકાર પર પ્રહાર કરી રહી છે.

થોડા દિવસો પહેલા રાઘવજી પટેલે પણ આપ્યું હતું નિવેદન

થોડા દિવસો પહેલા ટામેટાના વધતા ભાવ વિશે મંત્રી રાઘવજી પટેલે પણ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતુ કે ‘આપણે ત્યાં ધણી વખત ટામેટા ફેંકી પણ દેવા પડે છે, તો ક્યારેક તેના ભાવ વધી પણ જતા હોય છે. જેમાં ઉત્યાદકને ફાયદો તો થતો નથી, જો એગ્રો પ્રોડક્ટનું સોલ્યુંશન આવે તો નિવારણ આવી જાય , તેનો એક માત્ર ઉપાય વેલ્યું એડિશન છે.

આ પણ વાંચો : કાર સ્ટંટ વિડીયો બાદ ગુજરાત યુનિ. એક્શનમાં, બનિજરૂરી અને રિલ્સ બનાવવા આવનારાઓના પ્રવેશ પર રોક

Back to top button