ગુજરાત

સુરતમાં ટામેટા અને કાંદા બાદ લસણની ચોરી, રૂ.1 લાખ કરતાં વધુનો માલ ચોરાયો

Text To Speech
  • ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થતા તસ્કરો તેની ચોરી કરતા થયા
  • લસણની 30 જેટલી બોરી ચોરીને ચોર ફરાર થઈ ગયા છે
  • લિંબાયત વિસ્તારમાં લસણની ચોરીની ઘટના બની છે

સુરતમાં શાકભાજીની બાદ લસણની લાખો રૂપિયાની ચોરી સામે આવી છે. જેમાં લસણની 30 જેટલી બોરી ચોરીને ચોર ફરાર થઈ ગયા છે. તેમાં રૂપિયા 1 લાખ કરતાં વધુના લસણની ચોરીની ઘટના સામે આવી છે. બટાકાની ત્યારબાદ ડુંગળીની પછી ટામેટાં મોંઘા બાદ લસણની ચોરી થતા વેપારીઓમાં ભયનો માહોલ છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં જાણો કેટલા કેસ સામે આવ્યા 

ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થતા તસ્કરો તેની ચોરી કરતા થયા

તાજેતરમાં ટામેટા અને કાંદાની ચોરીની વિગતો સામે આવી હતી. જે પછી હવે વધુ એક ખાદ્યપદાર્થોની ચોરી સામે આવી આવી છે. હાલમાં ટામેટાં બાદ લસણની ચોરીની ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, 1 લાખ કરતાં વધુના લસણની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. શહેર છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં આગળ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં ચોરીની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીએ માઝા મૂકી છે અને તેમાં પણ ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થતા હવે તસ્કરો તેની ચોરી કરતા હોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. થોડાં સમય પહેલાં બટાકાની, ત્યારબાદ ડુંગળીની, પછી ટામેટાં મોંઘા થયા તો ટામેટાંની અને હવે લસણની ચોરની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો: હિંમતનગરના વ્યક્તિને સસ્તામાં વિદેશ જવાની ઘેલછા ભારે પડી 

સીસીટીવીમાં ચોરી કરવા આવેલો ચોર કેદ થયો હતો

લિંબાયત વિસ્તારમાં લસણની ચોરીની ઘટના બની છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા અને છેલ્લા 25 વર્ષથી લસણનો વેપાર કરતા રવિભાઈ 23 તારીખના દિવસે 31 મણ લસણ લાવ્યા હતા. જો કે, રાત્રે લસણ મૂકી ઘરમાં સૂઈ ગયા હતા. તે દરમિયાન રાત્રે 3.11 મિનિટે કોઈ ચોર આવ્યો હતો અને તે લસણની 30 જેટલી બોરી ચોરીને ફરાર થઈ ગયો હતો. સવારે ઉઠતાની સાથે જ તેમને ખ્યાલ આવ્યો હતો કે તેમને ત્યાં ચોરી થઈ છે અને સીસીટીવી ચેક કરતા સીસીટીવીમાં ચોરી કરવા આવેલો ચોર કેદ થયો હતો. કુલ 1 લાખની કિંમત કરતાં પણ વધુની કિંમતનું લસણ ચોરી થતા તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Back to top button